Junagadh : Gir sanctuary Safari Set to open on 16th Oct 2021
  • Home
  • Featured
  • આજથી ગીરમાં સિંહ દર્શન શરૂ, આ નિયમોનું પાલન કરશો તો જ એન્ટ્રી

આજથી ગીરમાં સિંહ દર્શન શરૂ, આ નિયમોનું પાલન કરશો તો જ એન્ટ્રી

 | 12:03 pm IST
  • Share

  • આજથી ગીરમાં સિંહોનું વેકેશન પૂરું સિંહદર્શન માટે બે અભ્યારણ્ય ખૂલ્યા

  • સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝર ફરજીયાત

  • જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે વેફર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ


કોરોનાના બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરુ થયેલ ગીર અભ્યારણ્ય અને ગિરનાર અભ્યારણ્ય હાલમાં સિંહોના ચોમાસાના ચાર મહિના વેકેશનના લીધે બંધ હતા, તે બંને અભ્યારણ્ય આજથી એટલે કે 16 ઓક્ટોબરથી ફરી શરૂ થઇ ગયા છે. પ્રવાસીઓ હવે સિંહદર્શન કરી શકશે. હાલ માત્ર દેવળિયા સફારી પાર્ક અને ધારી આંબરડી પાર્ક જ ખુલ્લા છે. જેને લઈને સાસણ ફરી ધમધમતું થયેલ છે.

વિશ્વ વિખ્યાત સાસણ ગીરનું અભ્યારણ્ય સિંહોના ચાર માસના ચોમાસાના વેકેશન બાદ ફરી આજથી ખૂલ્યા. 16 ઓક્ટોબરથી 29 ફેબ્રુઆરી સિંહદર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે, આ સત્રમાં સિંહ દર્શન માટેનો સમય વહેલો હોય છે, ત્યારે સવારની ટ્રીપ 6.45 થી 9.45 અને સાંજે પણ મોડી કરવામાં આવશે, જેના કારણે પ્રવાસીઓ વધુને વધુ ગીરના સિંહોને નિહાળવાનો આનંદ ઉઠાવી શકે.

આજથી સિંહદર્શન શરૂ કરાયું છે, જેમાં સરકારની કોરોના ગાઈડ લાઈન સાથે તમામ નિયમોના પાલન કરવાનું પ્રવાસીઓએ રહેશે. સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝર ફરજીયાત છે સાથે જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે વેફર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ છે. આ તમામ નિયમો સાથે પહેલાની માફક જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. સાસણના 178 જેટલા ગાઈડ અને 70 થી વધુ જિપ્સી ચાલકોના ધંધા-રોજગાર ફરી ધમધમતા થશે, જેનાથી સાસણના સ્થાનિક હોટેલ-રિસોર્ટને વેગ મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો