Kajol celebrates on 26 years DDLJ shah rukh khan fans troll
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાજોલનું ટ્વીટ વાયરલ, આર્યન ખાન જેલમાં હોવા છતા પણ…

કાજોલનું ટ્વીટ વાયરલ, આર્યન ખાન જેલમાં હોવા છતા પણ…

 | 8:24 pm IST
  • Share

  • ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રિલીઝને આજે 26 વર્ષ પૂર્ણ
  • કાજોલે ટ્વીટ કરતા જ થઇ ટ્રોલ
  • શાહરૂખ ખાનના ફેન્સે કાજોલને ટ્રોલ કરી

બોલિવૂડ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)ની રિલીઝને આજે 26 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ અવસરે અભિનેત્રી કાજોલએ એક ટ્વીટ કર્યું, જેના પછી તેને શાહરૂખ ખાનના ફેન્સના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. કોજોલે ફિલ્મના 26 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ફિલ્મના છેલ્લા સીનનો હતો, જેમા સિમરન દોડતા-દોડતા રાજનો હાથ પકડીને ટ્રેનમાં ચઢી જાય છે.

કાજોલને ટ્વીટ મોંઘુ પડ્યું

આ વીડિયોને શેર કરતા જ કાજોલે કેપ્શનમાં લખ્યું,‘સિમરને 26 વર્ષ પહેલા ટ્રેન પકડી હતી અને અમે અત્યારે પણ તમમ લોકોના પ્રેમ માટે આભાર માનીએ છીએ.’ કાજોલનું આ ટ્વીટ ખુબ જ વાયુવેગે વાયરલ થઇ ગયુ અને તેના પર શાહરૂખ ખાનના ફેન્સ વરસી પડ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.

કાજોલ પર ભડક્યા SRKના ફેન્સ

શાહરૂખ ખાનના ફેન્સ કાજોલ પર ખુબ જ ગુસ્સો નીકાળી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું,‘આર્યન ખાનને જામીન નથી મળી રહ્યા, તેની પાસેથી કંઇ મળ્યું નથી, ખબર છે કે નહી? શરમ જેવું છે? દોસ્તી છે?’ ત્યાં જ અન્ય એક યૂઝરે લખ્યુ છે,‘કહેવા માટે શાહરૂખ ખાનની મિત્ર થોડી તો શરમ કરો. અહિંયા દોસ્તના પુત્ર સાથે અન્યાય થઇ રહ્યો છે, તેના માટે એક ટ્વીટ નથી કરતા અને અહિંયા DDLJ સેલિબ્રેટ કરો છો. સાચે આ બોલિવૂડવાળા ખુબ જ ખરાબ હોય છે. તમામે તમામ.’ ત્યાં જ અન્ય એક વ્યક્તિએ લખ્યું,‘તારે તારા બેસ્ટ ફ્રેંડને સપોર્ટ કરવો જોઇએ. તે ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.’

ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની વાત કરીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ લીડ રોલમાં હતા. ત્યાં જ ફરિદા જલાલ, અમરીશ પુરી, અનુપમ ખેર અને મંદિરા બેદી પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપરહીટ હતી.

પંજાબના સરસવના ખેતરોમાં અને સ્વિટ્જરલેન્ડના ઘાસના મેદાનોમાં પ્રેમની કહાનીઓ દર્શાવતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 26 વર્ષ પહેલા આવી હતી અને ભારતીય સિનેમાના ઈતિહાસની શાનદાર ફિલ્મ બની ગઈ હતી. ભારતની સૌથી સફળ ફિલ્મોની ગણતરીમાં આવતી આ ફિલ્મમાં છેલ્લા કેટલાક દશકોની સિનેમાની સૌથી લોકપ્રિય શાહરૂખ ખાન અને કાજોલની જોડીનો જાદૂ દર્શકો ઉપર જોરદાર ચાલ્યો હતો.

આદિત્ય ચોપરાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ વર્ષની જ નહીં પરંતુ ઓલટાઈમ બ્લોકબસ્ટરમાં નામ નોંધાવનારી ફિલ્મ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી આદિત્ય ચોપરાએ સિને જગતમાં હિટ દિગ્દર્શકનું સ્થાન મેળવ્યુ તો હિન્દી સિને જગતને કાજોલ અને શાહરુખની જોડી મળી. આ ફિલ્મ શાહરુખ અને કાજોલના કરિયર માટે પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો