Kamal Hassan recovers from Covid-19, isolation for a few more days
  • Home
  • Entertainment
  • Bollywood
  • 10 જ દિવસમાં કમલ હાસને કોરોનાને આપી મ્હાત

10 જ દિવસમાં કમલ હાસને કોરોનાને આપી મ્હાત

 | 8:05 pm IST
  • Share

  • કમલ હાસને કોરોનાને હરાવ્યો
  • 10 જ દિવસમાં આપી કોરોનાને મ્હાત
  • યુએસ પ્રવાસ બાદ થયો હતો કોરોના

સાઉથ સિનેમાના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસને ફક્ત દસ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે.ઉલ્લેખનીય છે કે યુએસ પ્રવાસથી પરત આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી અને રીપોર્ટ કરાવ્યા બાદ તેમનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમની તબિયતને લઈને સમાચાર આવી રહ્યા છે કે તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેમણે કોરોનાને હરાવ્યો છે.

કમલ હાસને કોરોનાને હરાવ્યો

અભિનેતાનો કોરોના રિપોર્ટ 22 નવેમ્બરે પોઝિટિવ આવ્યો હતો..યુએસથી પરત આવ્યા બાદ તેઓ  કોરોના વાઈરસથી સંક્રમિત હતા પરંતુ હવે તે કોરોના મુક્ત થઈ ચુક્યા છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેમને આઈસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી હતી. હવે તેમને વધુ બે દિવસ એટલે કે 3 અને 4 ડિસેમ્બરે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

બે દિવસ આઈસોલેશનમાં

હાસનને 22 નવેમ્બરે શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ તેઓને 3 અને 4 ડિસેમ્બરે સુધી આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી તે ફરીથી પોતાના કામ પર પરત ફરી શકશે.

યુએસ પ્રવાસ બાદ થયો હતો કોરોના

કમલ હાસને તેના ટ્વિટર પેજ પર માહિતી શેર કરતી વખતે લખ્યું હતું કે યુએસએના પ્રવાસ દરમિયાન તેમને ઉધરસ થઈ હતી. જ્યારે તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે. દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કોવિડ હજુ ગયો નથી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો