Kamlaben Nai Appoint as Dhanera Nagar Palika chief
  • Home
  • Featured
  • ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા સ્થાને, પ્રમુખ પદે કમળાબેનની બિનહરીફ વરણી

ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા સ્થાને, પ્રમુખ પદે કમળાબેનની બિનહરીફ વરણી

 | 10:24 pm IST
  • Share

  • ભાજપના 12 સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસને ફાયદો
  • છેલ્લા 1 વર્ષમાં ધાનેરા નગરપાલિકામાં 4 પ્રમુખ બદલાયા
  • ઇતિહાસમાં પ્રથમ વાર ધાનેરા પાલિકા પ્રમુખ બિનહરીફ વિજેતા

ધાનેરા નગરપાલિકામાં આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપે હથિયાર હેઠા મૂકતા કોંગ્રેસના ઉમેદવાર કમળાબેન નાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

જોકે અઢી વર્ષની ટર્મમાં પાલિકાના ચોથા પ્રમુખ તો મળ્યા, પરંતુ વિકાસના કામમાં ગેરરીતિ મામલે આવતીકાલે પાલિકાના તમામ સદસ્યોને વિકાસ કમિશનરનું તેડું છે, ત્યારે પ્રમુખ પદ કેટલા સમય સુધી ટકી રહે છે તેને લઇ સમગ્ર શહેરમાં પ્રમુખની ચૂંટણી ચર્ચાનો વિષય બની છે.

ધાનેરા નગરપાલિકામાં એક વર્ષમાં 4-4 પ્રમુખ બદલાયા છતાં લટકતી તલવાર જેવી સ્થિતિ છે. આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, નાયબ કલેકટરની અધ્યક્ષતામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ સદસ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસના સદસ્ય કમળાબેન નાઈ પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા.

રાજકીય કાવાદાવામાં ચૂંટણી થતાં અનેક અટકળો યથાવત જોવા મળી, પરંતુ ભાજપના આંતરિક વિખવાદના કારણે ધાનેરા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વાર પાલિકા પ્રમુખ બિનહરીફ વિજેતા થયા છે.

ધાનેરા નગરને હાલ નવા પ્રમુખ તો મળ્યા છે, પરંતુ આવતી કાલે ગેરરીતિ મામલે ભાજપ અને કોંગ્રેસના તમામ સદસ્યોને વિકાસ કમિશનરનું તેંડુ છે. આવતી કાલે શું થશે? એ પર તમામની હાલ નજર ટકી રહી છે. ગેરરીતિ બાબતે અનેક વાર કોંગ્રેસના સદસ્યો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. કોર્ટમાં જીત મેળવી ફરી કોંગ્રેસ સતા સ્થાને છે.

બીજી તરફ ભાજપ પણ આંતરિક વિખવાદથી ઘેરાયેલ છે. 12 સભ્યો પૈકી 6-6 સભ્યો જૂથમાં વેચાયેલા છે. જેને મોવડી મંડળ કંટ્રોલ કરી શક્યું નથી. ગેરરીતિ મામલે ભાજપ અરજી કરીને ખુદ ફસાઈ ગયાનું સામે આવ્યું છે, કારણ કે વિકાસના કામની ગેરરીતિ મામલે કોંગ્રેસની સાથે ભાજપના તમામ સદસ્યોને પણ વિકાસ કમિશનરનું તેંડુ છે.

હાલ તો પાલિકા અને ધાનેરા નગરને નવા પ્રમુખ કમળાબેન નાઈ સતા સ્થાને આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ રાજકીય અસ્થિરતા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. જો કે આ રાજકીય કાવાદાવામાં નગરનો વિકાસ રૂંધાયો છે એ વાત નક્કી છે. એવામાં રાજકીય સ્થિરતા આવે તો જ વિકાસ ના દ્વાર ખુલશે બાકી સંતાકૂકડીનો ઘાટ યથાવત જ રહેશે એમા કોઈ શંકા જ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો