kangana ranaut likes tweet calling sonu sood a fraud
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોશિયલ મીડિયા પર સોનુ સૂદ થવા લાગ્યો ટ્રોલ, કંગના રનૌત વચ્ચે કુદી પડી

સોશિયલ મીડિયા પર સોનુ સૂદ થવા લાગ્યો ટ્રોલ, કંગના રનૌત વચ્ચે કુદી પડી

 | 10:48 am IST
  • Share

અત્યારે આખો દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. હાલ કોરોનાની બીજી લહેરથી ખુબ ખરાબ પરિસ્થિતિ સામે આવી છે. જ્યાં જુઓ ત્યાં બેડ, ઓક્સીજનની અછત, ઇંજેક્શન માટે લાંબી લાઇનો અને દર્દીના સગાઓની વેદના સાંભળી મન વ્યાકુળ થવા લાગે. આવામાં કેટલાયે લોકો કોરોનાની પરવાહ કર્યા વગર પીડિતોની મદદે દોડી આવ્યા છે.

બોલિવુડના અભિનેતા સોનુ સુદે અત્યાર સુધીમાં સૌથી આગળ રહીને લોકોની મદદ કરી છે. જો કે સારા કામની પ્રશંસા થાય તેમ ટીકા માટે પણ તૈયાર રહેવાનુ આ તમામ વચ્ચે સોનુ સુદને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામા આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે સોનુ સુદની જાહેરાતના પોસ્ટરને શેર કર્યુ છે. સાથે સોનુ સુદને લાલચુ અને ફ્રોડ કહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે લખ્યુ કે તુ એ તમામ લોકો સાથે દગો કરી રહ્યો છે જે તારા પર ભરોસો કરી રહ્યા છે. પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોની સાથે તુ દગો કરી રહ્યો છે 10 લીટર ઓક્સીજન કંસટ્રેટરની કિંમત એક લાખ ન થાય અને તુ પાંચ લીટરનો ભાવ 2 લાખ લગાવી રહ્યો છે. આવો દગો કરીને તુ રાત્રે ઉંઘી કેવી રીતે શકે છે?

આ ટ્વીટને સોશિયલ મીડિયા પર લગભગ અઢી હજાર લોકોએ પસંદ કર્યું છે, જ્યારે સાડા સાતસોથી વધુ લોકોએ તેને રીટવીટ કર્યું છે. વળી, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ પોતાનો પ્રતિસાદ આપ્યો છે. જો કે,મોટી વાત છે કે કંગના રનૌતે પણ આ પોસ્ટને લાઇક કરી છે.

કંગના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તમામ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તે દેશમાં કોરોના રોગચાળા અંગે પણ સતત પોતાના મત વ્યક્ત કરી રહી છે. થોડા સમય પહેલા કંગનાને ટ્રોલ કરવામાં આવી હતી કારણ કે તેણે કહ્યું હતું કે જ્યારે ભારત સંકટનો સામનો કરે છે ત્યારે અન્ય દેશો તેની સામે ગેંગ બનાવે છે.

આ પોસ્ટ પર, જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે સોનુ છેતરપિંડી કરે છે, ત્યાં મોટી સંખ્યામાં ચાહકો કહે છે કે સોનુને ખબર નહીં પડે કે લોકો તેમના ઉત્પાદનો પર તેમના નામે વેચાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન