Kangana Ranaut Set To Play Godess Sita In Sita The Incarnation film by Alaukik Desai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીના કપૂર ખાન નહીં, કંગના રનૌત બનશે ‘સીતા’, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી

કરીના કપૂર ખાન નહીં, કંગના રનૌત બનશે ‘સીતા’, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી

 | 4:49 pm IST
  • Share

બોલિવૂડની ‘ક્વીન’ કંગના રનૌત આજકાલ પોતાની ફિલ્મ ‘થલાઇવી’ માટે ઘણી ચર્ચોમાં છે. ત્યારે હવે કંગના રનૌતના હાથે બીજી મોટી ફિલ્મ લાગી છે. જયલલિતાની ભૂમિકા બાદ હવે કંગના ટૂંક સમયમાં ‘માતા સીતા’ની ભૂમિકા ભજવતી જોવા મળશે.

લાંબા સમયથી ચર્ચા હતી કે કરીના કપૂર ખાને સીતાના રોલ માટે 12 કરોડની ફીની માંગણી કરી હતી, પરંતુ હવે અહેવાલ છે કે કંગના રનૌતને આ રોલ મળ્યો છે. ‘સીતા-એક અવતાર’ નામની આ ફિલ્મ અલૌકિક દેસાઈ દ્વારા નિર્દેશિત કરવાના છે. તેમણે સોશિયલ મીડિયા પર કંગના સાથેની તસવીર શહેર કરીને આ વાતની જાહેરાત કરી છે.

ફિલ્મના નિર્દેશક અલૌકિકે લખ્યું – સીતા આરંભ, બ્રહ્માંડ એ લોકોની મદદ કરે છે, જે શ્રદ્ધા સાથે સમર્પણ કરે છે. મૃગતૃષ્ણા શું હતી, હવે તે સ્પષ્ટ છે. એક પવિત્ર પાત્રનું સ્વપ્ન જે ક્યારેય શોધાયું ન હતું, જે હવે એક વાસ્તવિકતા છે. હું કંગનાને સીતા એક અવતારમાં કાસ્ટ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાને જોવાની રીત બદલી નાખશે.

 

View this post on Instagram

 

A post shared by Alaukik Desai (@alaukikdesai)

કંગનાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ જણાવ્યું છે કે એ અલૌકિક દેસાઈના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘સીતા’માં મુખ્ય ભૂમિકા ભજવવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

કંગનાએ પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે તે આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું, ‘ધ અવતાર – સીતા, હું આ પ્રતિભાશાળી કલાકારની ટીમ સાથે આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવવાથી ખૂબ જ ખુશ છું. સીતા રામના આશીર્વાદ સાથે. જય સિયા રામ’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન