kangana ranaut twitter account suspended crying actress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટ્વિટર એકાઉન્ટ સસપેન્ડ થતાં કંગના રડી, લોકોએ કહ્યું ‘બક-બક ન કર, સોનુ સૂદની જેમ કામ કર’

ટ્વિટર એકાઉન્ટ સસપેન્ડ થતાં કંગના રડી, લોકોએ કહ્યું ‘બક-બક ન કર, સોનુ સૂદની જેમ કામ કર’

 | 4:25 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનાઉત તેના બેબાક નિવેદનો માટે જાણીતી છે અને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ બંગાળની ચૂંટણી બાદ ફાટી નીકળેલા તોફાનો પર અનેક ટ્વીટ્સ કર્યા હતા. આ સિવાય તેમણે મમતા બેનર્જી પર વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જેના કારણે ટ્વિટરે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. હવે એના થોડા સમય પહેલા જ તેનો એક ઈન્સ્ટાગ્રામ વીડિયો સામે આવ્યો છે જેમાં તે બંગાળની હિંસા વિશે વાત કરી રહી છે અને તે જ સમયે તે પોતાનો મુદ્દો રાખતી વેળાએ રડતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

કંગનાએ વીડિયોમાં કહ્યું કે- મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે બંગાળમાંથી ઘણી ખરાબ ઘટનાના સમાચાર આવી રહ્યા છે. હત્યા થઈ રહી છે. તોફાનો થઈ રહ્યા છે. ગેંગ-રેપ થઈ રહ્યા છે. મકાનો સળગાવવામાં આવી રહ્યાં છે કોઈ લિબરલ કંઈપણ બોલી રહ્યું નથી. કોઈ આંતરરાષ્ટ્રીય મીડિયા પણ આ ખબરો નથી લઈ રહ્યાં. મને સમજાતું નથી કે આ ભારત વિરુદ્ધ શું ચાલી રહ્યું છે. કંઈક ખુબ મોટી કંસ્પિરેસી ચાલી રહી છે અને જે ખૂબ જ ખોટું છે. જો કે આ વીડિયો ઘણા લોકોને ન ગમ્યો અને કંગનાને ટ્રોલ કરી છે. લોકોએ કહ્યું કે-ખાલી બક બક ન કરો અને સોનુ સૂદની જેમ લોકોની મદદ કરો અને દેશ માટે કામ કરો.

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના સંદર્ભમાં ઘણી ચીજો ટ્વીટ કરી રહી છે. તે ઓક્સિજન વિશે સતત આવી ઘણી ટિપ્પણી કરતી જોવા મળી હતી, જેમાં તેની ટીકા થઈ હતી. આ સાથે ઘણા મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ બંગાળમાં ભાજપના પરાજયથી કંગના નાખુશ છે. તે મમતા અને ટીએમસી વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન