Kanpur Test, Team India delayed announcing the innings
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાએ આ કારણે ઈનિંગ જાહેર કરવામાં વિલંબ કર્યો

ટીમ ઈન્ડિયાએ આ કારણે ઈનિંગ જાહેર કરવામાં વિલંબ કર્યો

 | 9:18 pm IST
  • Share

  • કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમને 284 રનનો ટાર્ગેટ
  • ટીમ ઇન્ડિયાને ઇનિંગ જાહેર કરતા મોડું થયું
  • શ્રેયસ ઐય્યરે ટાર્ગેટને લઇ કર્યો ખુલાસો

ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસે ઇનિંગની ઘોષણા કરવામાં મોડું કર્યું. જેને લઇ શ્રેયસ ઐયરનું કહેવું છે કે પિચથી બોલરોને વધુ મદદ મળી રહી ન હતી. પરંતુ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંતિમ દિવસે સ્પિનર્સ અમને જીત અપાવવામાં સફળ થશે. ભારતે બીજી ઇનિંગ 7 વિકેટ પર 234 રન પર જાહેર કરી હતી. આ પ્રકારે ન્યૂઝીલેન્ડની ટીમને 284 રનનો ટાર્ગેટ મળ્યો છે. ખરાબ પ્રકાશના કારણે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને બીજી ઇનિંગમાં 4 ઓવર બેટિંગ કરવાની તક મળી. આ કારણે ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે.

જોકે આર અશ્વિને વિલ યંગને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને એક સારી શરૂઆત અપાવી દીધી છે. ન્યૂઝીલેન્ડે એક વિકેટ પર 4 રન બનાવી લીધા છે. શ્રેયસ ઐય્યરે મેચ પૂર્ણ થયા બાદ કહ્યું,‘ઇમાનદારી સાથે કહું તો વિકેટ પર વધારે મૂવમેન્ટ નથી આવી રહી. અમારે એક પ્રતિસ્પર્ધિ સ્કોરની જરૂર હતી. કદાય 275 કે 280 રનના સ્કોરની.’ ઐય્યરે પ્રથમ ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ બીજી ઇનિંગમાં 65 રન બનાવીને શાનદાર ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે.

અમને અમારા સ્પિન બોલરો પર વિશ્વાસ

તેણે કહ્યું,‘વાત સ્પર્ધાત્મક સ્કોર બનાવવા વિશે હતી અને મને લાગે છે કે આ ખરેખર સારો સ્કોર છે. અમારી પાસે સારા સ્પિનરો છે. તેથી આશા છે કે અમે આવતીકાલે કામ પૂર્ણ કરી શકીશું. અમારી પાસે સ્પિન પાવર છે.’ શ્રેયસ અય્યરે કહ્યું કે અમારે સ્પિનરો પર વિશ્વાસ રાખવો પડશે અને અમે જાણીએ છીએ કે તેઓ છેલ્લા દિવસે તેમને દબાણમાં રાખી શકે છે. શ્રેયસે કહ્યું કે, જોકે ટીમ 250થી વધુ રનના સ્કોરથી વધારે સંતુષ્ટ હોતી.

7 વર્ષ પહેલા પણ રમી હતી આવી ઇનિંગ

તેણે કહ્યું,‘મને લાગે છે કે આ વિકેટ પર 250થી વધુની લીડ પૂરતી હશે. ભાગ્યશાળી રહ્યા કે અમને આના કરતા વધુ લીડ મળી.’ ટીમ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ પર 51 રનના સ્કોરથી વધુ લીડ મેળવવામાં સફળ રહી. તેણે 7 વર્ષ પહેલા આ જ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશ સામેની રણજી ટ્રોફી ‘કરો યા મરો’ મેચમાં આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અને રવિવારે પણ તેણે ટીમને મુશ્કેલીથી બહાર કાઢી હતી.

શ્રેયસ અય્યરે કહ્યું,‘હું પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં રહી ચૂક્યો છું, પરંતુ ભારતીય ટીમ સાથે નહીં. હું રણજી મેચમાં આવું કરતો હતો. આમાં સેશન બાય સેશન રમવાનો વિચાર આવ્યો હતો. હું જાણતો હતો કે સદી અને અડધી સદી ફટકારનાર હું પ્રથમ ભારતીય છું, અંતે અમારે મેચ જીતવી છે અને તે મારા માટે સૌથી મહત્ત્વની બાબત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો