કરચોરીઃ તેરી, મેરી, ઉનકી બાત... - Sandesh
1.6M
1M
1.7M
APPS

કરચોરીઃ તેરી, મેરી, ઉનકી બાત…

 | 4:28 am IST
  • Share

અર્થશાસ્ત્રનો એક પાયાનો નિયમ છે. આર્થિક નીતિના જેટલા ઉદ્ેશ્ય હોય એ માટેના એટલાં સાધન અવશ્ય હોવા જોઈએ. અન્યથા ઉદ્ેશ્ય અધૂરા રહી જવાના. દેશ આઝાદ થયો ત્યારથી લઈ અત્યાર સુધીની દરેક સરકારનાં ઉદ્ેશ્ય તપાસી જુઓ. સર્વને શિક્ષણ, સર્વને આરોગ્ય, સૌ કોઈ માટે ઘરનું ઘર, સર્વને રોજગાર, ઘેર ઘેર વીજળી, હરઘરમાં ખુશહાલી ઈત્યાદીનું ‘કોમન લિસ્ટ’ બધે મળશે. મતલબ સાફ છે. આઝાદીનાં આટલા વર્ષે પણ મૂળભૂત ઉદ્ેશ્ય અધુરા જ રહી ગયા છે. કારણ? તો કહે કે સાધનોનો અભાવ. સરકાર પાસે પૂરતા પૈસા નથી. નાણાં કેમ નથી? કારણની યાદી લાંબી હોઈ શકે પરંતુ તેમાં મહત્ત્વનું કારણ મળશેઃ વેરાની આવકનું નીચું પ્રમાણ તેના વૃધ્ધિદરનું નીચું પ્રમાણ. દરેક સરકાર તેના અમલદારો અને આર્થિક પંડિતો અવાર-નવાર દાખલા-દલીલ સાથે આ વાત પુરવાર કરવાની કોશિશ કરતા રહ્યાં છે. વિશ્વનાં અન્ય દેશોની તુલનામાં ભારતમાં કરદાતાઓની સંખ્યા ઘણી નાની છે. લોકો ઈમાનદારીથી કર-કાનૂનનું પાલન કરે, પૂરતો વેરો નિયમિત પણે ચૂકવે તો દેશનો નકશો બદલાઈ જાય! ૧૩૦ કરોડની વસ્તીવાળા દેશમાં માંડ અઢી-ત્રણ કરોડ કરદાતા હોય એ કેવું? લોકો બેઈમાન છે. દેશદાઝ અને રાષ્ટ્રહિતની પ્રજાને ઔપરવા નથી!!

વેલ; બાત મેં દમ તો હૈ કુછ, લેકિન જો દિખતા હૈ વો હોતા નહીં. હકીક્ત એ છે કે કરવેરાના મામલે કયારેય કોઈ વ્યક્તિ દેશદાઝવાળી હોતી નથી. મામલો આદર્શ અને વ્યવહારનો છે. આ બંને વચ્ચેના સનાતન ટકરાવનો છે. આદર્શ સમાજ માટે ઈચ્છનીય હોઈ શકે, વ્યક્તિ માટે તો વ્યવહાર જ ઉચિત રહેવાનો છે. “રાષ્ટ્રએ તમારા માટે શું કયુંર્ એ નહીં, તમે દેશ માટે શું કરો છો તેનો વિચાર કરો”- આવું કેનેડી કહી શકે. હું જહોન કેનેડી નહિ, કોમનમેન છું. જે રાષ્ટ્ર મારી અતિ પ્રાથમિક જરૂરિયાતની કાળજી ન લઈ શકે એના માટે કંતાઈ જવાની મારી તૈયારી નથી. એક આમ આદમી, સામાન્ય કરદાતા તરીકે મને હંમેશા એક વિચાર આવે છેઃ ફોર્બ્સના લિસ્ટમાં દેશનાં ટોચના ધનકુબેરની યાદીમાં વર્ષોવર્ષ અડીખમ રહેલા મહાનુભાવોમાંથી કેટલા દેશનાં “ટોપ ટેકસપેયર્સ” છે? પીએમઓ તરફથી તાજેતરમાં કોણ કેટલું વેતન લે છે તેની યાદી બહાર પડી સારી વાત છે. આની સાથે સાથે કોણે કેટલો વેરો ભર્યો તે જણાવવાનું પણ શરૂ થવું જોઈએ. સરકારી પ્રધાનો, નેતાઓ, પોલિટીશ્યન્સ, બ્યુરોક્રેટસમાંથી કોણ કેટલી દોમદોમ સાહ્યબીમાં છે એ ખુલ્લમ-ખુલ્લો રાઝ છે. આમાંથી કોણ કેટલો વેરો ભરે છે તેની વાત કોઈને ખબર નથી. પીએમઓ ઓફિસમાં સૌથી ઊંચો પગાર આઈ.એ.એસ. ઓફિસર ભાસ્કર ખુળબેનોહોવાનું જાહેર થાય છેઃ મહિને રૂપિયા બે લાખ અને એક હજાર…આટલા ઊંચા પગાર પછી પણ તે આજની તારીખે મુંબઈનાં સારા વિસ્તારમાં વ્યવસ્થિત ફ્લેટ ખરીદી શકે કેમ તે સવાલ છે. અહીં ‘ટુ-બીએચકે’ના ફલેટના ભાવ રૂ.દોઢ કરોડ પ્લસ સાવ સામાન્ય થઈ ગયા છે. મેડિકલ કોલેજમાં ‘સીટ’ કેટલામાં પડે છે? સારી સ્કૂલમાં બાળકને કેજીમાં મૂકવાનાં કેટલા થાય છે? સરકારી નોકરી મેળવવી હોય તો ‘મેરિટ’ની સાથે કેટલો માલ જોઈએ? સારી પોસ્ટિંગના કયા રેટ છે? આ બધી વાતો સૌ જાણે છે. સરકારી કે અર્ધ-સરકારી કોન્ટ્રાકટ આ ટેન્ડર પાસ કરાવવાના કમિશનના રેટ્સ ફિકસ છે. આ બધો “જુગાડ” કેશમાં કરવો પડે છે. ચેકથી તો કાંઈ કશું “લેતું” નથી. સવાલ એ છેઃ બ્લેક મનીનો ઈનફ્લો હશે તો જ તો આઉટ-ફલો થશે ને?! રાહુલ બજાજે એક વખત કહ્યું હતું: કાળા અને ધોળા નાણાં જેવું કંઈ નથી. બિઝનેસમેન માટે નાણું એ કેવળ નાણું છે! વેલ, બિઝનેસમેન ખાસ કરીને મોટા ગજાનાં બિઝનેસમેન જે કાંઈ કરે તે કર-આયોજન કહેવાય. અને, જેમને કર-આયોજન કરતાં આવડતું નથી કે તે પરવડતું નથી એ લોકો જે કરે તે કરચોરી ગણાય! કરચોરી અને કર-આયોજન વચ્ચેની ભેદરેખા અત્યંત બારીક છે. બંનેના મૂળમાં કરવેરાના બોજમાંથી છટકવાની મૂળભૂત ભાવના સમાયેલી છે.

જીડીપીની રીતે વેરાની આવકની ટકાવારી અને કરદાતાઓની સંખ્યાના આંકડાનો હવાલો આપી, દેશમાં કરચોરી બેફામ હોવાનું માનતી જમાત, એક પાયાની વાત ભૂલી જાય છે અને તે છે ‘સોશિયલ સિક્યુરિટી.’ વિદેશોમાં સરકારો આમ જનતાનાં લાભાર્થે વિવિધ કલ્યાણલક્ષી કાર્યક્રમો કે સોશિયલ સિક્યુરિટી પેટે કેટલો ખર્ચ કરે છે? આપણે ત્યાં આમાંનું કશું નથી. માણસ આખી જીંદગી સરકારને પુરી ઈમાનદારીથી વેરો સમયસર ભરતો રહે પરંતુ કોઈ કારણસર કમાવા માટે તે અશક્ત બની જાય અગર વૃદ્ધ થાય ત્યારે તેનું કોણ? સાત પેઢી ખાય તો ય ખૂટે નહિ એટલું ભેગું કરવાની લાયમાં પડેલા શાસકો અને સમાજનાં સુત્રધારો પાસે આનો કોઈ જવાબ નથી!     ?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન