Kareena Kapoor Khan's Exercises Video Gone Viral
  • Home
  • Featured
  • કરીના કપૂરનો કસરત કરતો જૂનો વિડીયો થયો વાયરલ, જોનારાના મોઢા પહોળા થઈ ગયા

કરીના કપૂરનો કસરત કરતો જૂનો વિડીયો થયો વાયરલ, જોનારાના મોઢા પહોળા થઈ ગયા

 | 6:04 pm IST

અભિનેત્રી કરીના કપૂર અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અભિનેત્રીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા જ વાયરલ થતા રહે છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે હાલમાં જ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન તેને અનેક દોસ્તો અને ફેન્સે જન્મદિવસની શુભકામનાઓ આપી. હવે હાલમાં જ કરીના કપૂરનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કરીના કપૂર જોરદાર કસરત કરતી જોવા મળી રહી છે. વિડીયોમાં જોવા મળે છે કે અભિનેત્રી કઈ રીતે ટ્રેનરની સહાયતાથી પિલેટ્સ કરતી જોવા મળી રહી છે.

આમ તો કરીના કપૂરનો આ વિડીયો ઘણો જ જૂનો છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળશે. આમિરની આ ફિલ્મ 2021માં ક્રિસમસ પર રીલીઝ થશે. તો કરીના કપૂર એકવાર ફરી માતા બનવાની છે. આ વાતની જાણકારી ખુદ કરીના અને સૈફે આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન