kareena kapoor shows off her photo shoot for vogue magazine
  • Home
  • Featured
  • Photos: કરીના કપૂરે સોશિયલ મીડિયા ગજાવ્યુ, શેર કરી આકર્ષક તસવીરો

Photos: કરીના કપૂરે સોશિયલ મીડિયા ગજાવ્યુ, શેર કરી આકર્ષક તસવીરો

 | 7:51 am IST

કરીના કપૂર લોકડાઉન દરમિયાન દર્શકો માટે સારી સારી તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેનો ગ્લેમરસ અંદાજ જોરદાર છવાઇ ચુક્યો છે. દર્શકો આતુરતાથી કરીના જે તસવીરો શેર કરે તેની રાહ જોતા હોય છે. કરીનાનો દરેક વખતે આકર્ષક અંદાજ જોવા મળે છે.

કરીનાની આ તસવીરો લોકડાઉન પહેલાની છે જ્યારે ફોટોશુટ કરવામાં આવ્યુ હતુ. આ તસવીરોમા મેગેઝીન માટે કરીનાએ જે ફોટોશુટ કરાવ્યું તેની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. કરીના ભારતીય પોષાકથી લઈને વેસ્ટર્ન કપડા પહેરીને આકર્ષક લાગી રહી છે. આ તસવીરોમાં બેબો ખુબજ આકર્ષક લાગી રહી છે.

આ તસવીરોમાં કરીના કપૂર લાલ લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. ગ્રીન માઈક્રો ફ્લોરલ પ્રિન્ટ સાથે આકર્ષક વર્ક કરેલા કપડામાં કરીના આકર્ષણ જમાવી રહી છે. કરીનાએ ઓરેન્જ ગાઉન પહેર્યુ હતુ જેમાં તે યૂનિક લાગતી હતી. શોલ્ડર ડિઝાઇન રફલ સ્ટીચ પેટન્ટ તેના પર સુંદર લાગતી હતી.

કરીનાની આ તસવીરો જોનારા જોતા જ રહે તેટલી સુંદર છે. આ મેગેઝીન ફોટોશુટ માટે કરીના કપૂરને પ્રખ્યાત સ્ટાઇલિસ્ટ અનિતા શ્રોફ અદજાનિયાએ સ્ટાઇલ કર્યુ હતુ. અનિતાના દરેક ડ્રેસ બેબોના ગ્લેમરસ અંદાજ અને અદાઓને નિખારવામાં સફળ રહ્યા છે તેમ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન