kareena kapoor troll for smiling at funeral of manish malhotra father
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડિઝાઈનરના પપ્પાની અંતિમયાત્રામાં કરિના ખી-ખી-ખી હસતી’તી, લોકોએ એવી કોમેન્ટ કરી કે…

ડિઝાઈનરના પપ્પાની અંતિમયાત્રામાં કરિના ખી-ખી-ખી હસતી’તી, લોકોએ એવી કોમેન્ટ કરી કે…

 | 4:37 pm IST

મનિષ મલ્હોત્રાના પિતાનું સોમવારે 18 નવેમ્બરના રોજ નિધન થયું. મનિષ મલ્હોત્રાના પિતા 90 વર્ષની ઉંમરના હતા એવું કહેવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ખરાબ તબિયતમાં જ રહેતા હતા. મનિષ મલ્હોત્રાના પિતાના અંતિમ સંસ્કારમાં જાણીતા કરન જોહર, શબાના આઝમી, સૌફી ચૌધરી, બોની કપૂર સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. પરંતુ તેમા કરિના કપૂર એક કારણે ટ્રોલ થઈ છે.

બન્યું એવું કે કરિના પણ આ શોક સભામાં પહોંચી હતી. મનિષ મલ્હોત્રાના પિતાને શ્રદ્ધાજંલિ આપતી વેળાએ કરિનાનો સ્માઈલ વાળો એક ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. શોક સભામાં આ રીતે હસતા જોવા મળી એ ફેન્સને જરાય પસંદ ન પડ્યું અને બધાએ ખરી ખોટી સંભળાવી છે.

લોકોએ આ પોસ્ટ પર ખુબ કોમેન્ટ્સ કરી છે. કોઈએ લખ્યું કે કમ સે કમ કેમેરા સામે તો એક્ટિંગ કરવાનું શીખી લે. તો એકે લખ્યું કે આને કોઈ સમજાવો કે આ રીતે શ્રદ્ધાજંલિ ના આપવાની હોય. હાલમાં કરિના કપૂર આ કારનામાંના લીધે ખુબ ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન થતાં જયા બચ્ચન દીકરી શ્વેતા સાથે ત્યાં પહોંચ્યા હતા. મલ્હોત્રા હાઉસની ઘર બહાર ફોટોગ્રાફર્સને ફોટો ક્લિક કરતાં જોઈને તે નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘તમારામાં કંઈ શરમ જેવું છે કે નહીં? સારો પ્રસંગ છે કે ખરાબ એટલું તો જુઓ. જ્યારે આ પ્રકારનું તમારા ઘરમાં થશે ત્યારે જોઉ છું કે તમે કેવી રીતે વર્તન કરો છો’.

આ વીડિયો પણ જુઓ: RBIએ જાહેર કરી 30 ડિફોલ્ટરોની યાદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન