karwa chauth 2021 latest hairstyles with traditional look
  • Home
  • Fashion & Beauty
  • કરવા ચોથ પર પરફેક્ટ ટ્રેડિશનલ લૂક મેળવવા માટે બનાવો આ હેરસ્ટાઇલ

કરવા ચોથ પર પરફેક્ટ ટ્રેડિશનલ લૂક મેળવવા માટે બનાવો આ હેરસ્ટાઇલ

 | 6:36 pm IST
  • Share

  • કરવા ચોથ હોય છે વિવાહિત મહિલાઓ માટે ખાસ

  • આ દિવસે સોળે શણગાર સજીને મહિલા રાખે છે પતિ માટે ઉપવાસ

  • જાણી લો લૂકને પરફેકટ બનાવવા માટેની હેરસ્ટાઈલ

કરવા ચોથ 24 ઓક્ટોબરે છે. ત્યારે વિવાહિત મહિલાઓએ કરવા ચોથની તૈયારીઓ શરૂ કરી દીધી હશે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર સજીને પોતાના પતિ માટે ઉપવાસ રાખે છે અને ચંદ્ર જોયા બાદ ઉપવાસ તોડે છે. આ દિવસે સોળ શણગાર સજવાનું પણ મહત્ત્વ છે. એવામાં મહિલાઓ આઉટફિટ સાથે મેકઅપ અને હેરસ્ટાઈલ પણ પરફેક્ટ બનાવવાનું પસંદ કરે છે. તો ચાલો જાણી લો કરવા ચોથમાં સાડી સાથે હેરસ્ટાઇલ કેવી રીતે બનાવવી જેથી તમારો લુક વધુ આકર્ષક લાગે.

મેસી બન હેરસ્ટાઇલ

જો સાડી પહેરવી હોય તો ટ્રેડિશનલ લૂકને પરફેક્ટ બનાવવા માટે મેસી બન હેરસ્ટાઇલ બનાવી શકો છો. આ હેરસ્ટાઇલ વાળ માટે પરફેક્ટ છે. તમે બનને  ગજરાથી સજાવી શકો છો. વાળનો ઢીલો ચોટલો વાળીને તેને રોલ કરીને બન બનાવશો તો પરફેક્ટ બનશે.

પોનીટેલ હેરસ્ટાઇલ

વાળ બાંધેલા રાખવા હોય તો પોનીટેલ હેરસ્ટાઇલ બનાવી શકો છો. સાડી સાથે અન્ય ડ્રેસ પર પણ આ હેરસ્ટાઇલ બનાવી શકાય. તેને ટ્વિસ્ટ કરીને પણ બનાવી શકો.

ફ્રેન્ચ ચોટલો

ફ્રેન્ચ ચોટલો સાડી લુક પર ખૂબ જ સુંદર લાગે છે. આ હેરસ્ટાઇલ તમને પરફેક્ટ લુક આપશે. હાલ્ફ ફ્રેન્ચ પણ બનાવી શકાય છે.

ગજરા બન હેરસ્ટાઇલ

તમે ગજરા સાથે પ્લેન બન હેરસ્ટાઇલ પણ કરી શકો છો. ટ્રેડિશનલ લૂક માટે માટે આ જૂની છતાં હંમેશા ટ્રેન્ડમાં રહેતી હેરસ્ટાઇલમાં છે. સાડી સાથે આ લુક આકર્ષક અને ક્લાસી લુક આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો