કાશ્મીરમાં પોલીસ ભરતીમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટયાં - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરમાં પોલીસ ભરતીમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટયાં

કાશ્મીરમાં પોલીસ ભરતીમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટયાં

 | 5:17 am IST

શ્રીનગર :

કાશ્મીરમાં અલગતાવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીની અપીલની ઐસીતૈસી કરીને સ્પેશિયલ પોલીસ ઓફિસરની ભરતી માટે ૫,૦૦૦ યુવકો ઇન્ટરવ્યૂ અને ફિટનેસ ટેસ્ટ આપવા ઊમટી પડયા હતા. આમ અલગતાવાદીઓની ભરતીમાં નહીં જોડાવાની અપીલને યુવકોએ ધ્યાનમાં લીધી નહોતી. સ્પેશિયલ પોલીસઓફિસર માટે રાજ્યમાં કેટલાંક શહેરોમાં ભરતીપરીક્ષા અને ફિટનેસ ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં ૫,૦૦૦થી વધુ યુવકો જોડાયા હતા.

મહત્ત્વની વાત એ હતી કે સ્પેશિયલ પોલીસઓફિસરની આ ભરતીમાં અરજી કરનાર સૌથી વધુ યુવકો દક્ષિણ કાશ્મીરના ૪ જિલ્લાના હતા. તેઓ અનંતનાગ, પુલવામા, કુલગામ તેમજ શોપિયાંથી આવ્યા હતા. આ ચારેય જિલ્લાઓ હાલ હિંસા અને અશાંતિગ્રસ્ત છે. દક્ષિણ કાશ્મીરના આશરે ૫,૦૦૦ જેટલા યુવકોએ એસપીઓનાં પદ માટે અરજી કરી હતી. અનંતનાગના સૌથી વધુ યુવકોએ ભરતીમાં રસ લીધો હતો, જ્યારે શ્રીનગરના ૧,૩૩૬ યુવકોએ ફિટનેસ ટેસ્ટ અને પરીક્ષા આપી હતી.

રાજ્યમાં સ્પેશિયલ પોલીસઓફિસરને દર મહિને ૬,૦૦૦ રૂપિયા વેતન તરીકે આપવામાં આવે છે. જે જાન્યુઆરી પહેલાં ફક્ત રૂ. ૩,૦૦૦ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન