Katrina Kaif Wedding Video Leaks Fans Gets Shocked Gives Reactions
  • Home
  • Entertainment
  • Bollywood
  • હાઈ સિક્યોરીટી હોવા છતાં વિકી કેટના લગ્નનો વીડિયો લીક

હાઈ સિક્યોરીટી હોવા છતાં વિકી કેટના લગ્નનો વીડિયો લીક

 | 5:39 pm IST
  • Share

  • વિકી કેટે કરી લીધા લગ્ન?

  • ભારે સુરક્ષા વચ્ચે લગ્નનો વીડિયો લીક

  • વીડિયો જોઈ ચાહકો આશ્ચર્યચકિત

 

કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેવામાં  કેટરિનાના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યો છે. જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmystan123)

વિકી કેટના લગ્નનો વીડિયો 

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ખબરો ઘણા સમયથી સામે આવી રહી છે..સૌ કોઈ વિકી કેટના લગ્નની ખબરો જાણવા ઉત્સુક છે ત્યારે તેની વચ્ચે એક વીડિયો સામે આવ્યો  છે જેમાં કેટરીના દુલ્હનના ગેટઅપમાં જોઈ શકાય છે. જયારે તેની સાથે જયા બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો જોયા પછી ચાહકો મુંઝવણમાં છે કે આ લગ્ન ક્યારે થયા!

લગ્નમાં અમિતાભ અને જ્યાં બચ્ચન હાજર 

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરીના જયા બચ્ચનને ગળે લગાવે છે અને તેની સાથે અમિતાભ બચ્ચન પણ છે. આ પછી કેટરીનાએ વરનો હાથ પકડી લીધો. પરંતુ મુદ્દો એ છે કે ઘણા લોકો વરરાજા વિકી કૌશલ હોય તેવું લાગતું નથી. તે જ સમયે, કેટલાક લોકો તેને એડ ફિલ્મના શૂટિંગનો વીડિયો પણ કહી રહ્યા છે.

ચાહકો વીડિયો જોઈ આશ્ચર્યચકિત 

કમેન્ટ્સની વાત કરીએ તો એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘આ એડ વાસ્તવિક લગ્ન નથી’. તો અન્ય એક યુઝરે લખ્યું છે, ‘લો દેખ લી લગ્ન’. તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, ‘આટલી સુરક્ષા પછી પણ વીડિયો લીક થયો’. વાસ્તવમાં આ વીડિયો એક એડ ફિલ્મના શૂટિંગનો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો