Kerala Man Becomes Superhero In Britain, PM Borris Honored him With Award
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રિટેનવાસીઓ માટે આ ભારતીય ‘પ્રભુ બન્યો સુપરહીરો’, PM બોરિસે આપ્યો ખાસ એવોર્ડ

બ્રિટેનવાસીઓ માટે આ ભારતીય ‘પ્રભુ બન્યો સુપરહીરો’, PM બોરિસે આપ્યો ખાસ એવોર્ડ

 | 2:52 pm IST
  • Share

કોરોનામાં અનેક લોકોને પોતાના સગાંઓને ગુમાવવાનો વારો આવ્યો તેમ છતાં આ મહામારીમાં અનેક લોકો અન્યોની મદદ કરવા આગળ આવ્યા હતા. આવો જ એક કિસ્સો છે બ્રિટેનમાં રહેતાં મૂળ કેરળના પ્રભુ નટરાજનનો. પ્રભુ નટરાજનને કોરોનામાં તેમની મદદ માટે બ્રિટેન સરકારે યુકે પોઈન્ટ્સ ઓફ લાઈડ એવોર્ડથી સન્માનિત કર્યાં છે. ગત વર્ષે લાગુ કરાયેલ લોકડાઉન દરમિયાન નટરાજન અને તેમના પુત્રએ સુપરહીરોના વેશમાં અનેક જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડ્યું હતું.

ગત વર્ષે માર્ચ મહિનામાં પ્રભુ પોતાની પત્ની અને પુત્ર સાથે બ્રિટેન ગયો હતો. પણ ત્યાં પહોંચતાની સાથે જ દુનિયાભરમાં કોરોનાની મહામારી ફેલાઈ ગઈ. જેને કારણે યુકેમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉનને કારણે તેની નોકરી ઉપર પણ અસર પડી. પણ આવી કપરી સ્થિતિમાં પણ નટરાજન લોકોની મદદ માટે આગળ આવ્યો. યુકેના પીએમ ઓફિસ મુજબ નટરાજને અનેક પરિવારોને 11 હજારથી વધારે ચોકલેટ, તેમજ ભોજન સામગ્રી વહેંચી હતી.

તેમની આ મદદને કારણે બ્રિટેન સરકારે તેને યુકે પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડથી સન્માનિત કર્યો છે. નટરાજન ભારતમાં છેલ્લા 22 દિવસમાં પોતાના પિતા સહિત 11 સભ્યોને કોરોનાને કારણે ગુમાવી ચૂક્યો છે. સાથે જ 9 સૌથી સારા દોસ્તોને પણ કોરોના ભરખી ગયો હતો. તેવામાં તેણે આ પુરસ્કાર કોરોનામાં ગુમાવી ચૂકેલાં એ લોકોને સમર્પિત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન