મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સદીઓથી વેપાર અને મહાજન પરંપરાની ભૂમિ રહ્યું છે અને આજે તે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વિશ્વમાં ઊભરી રહ્યું છે.રાજ્યની પ્રગતિના આંકડા રજૂ કરતાં ઉમેર્યું કે નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલરનું ક્યુમ્યુલેટિવ એફડીઆઈ આવ્યું છે. એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું રાજ્ય સરકારની નવી ઉદ્યોગ નીતિ 2026 અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે. જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.તેમણે ઉદ્યોગપતિઓને આ નવી નીતિનો અભ્યાસ કરી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.તાજેતરમાં જ બે નવી પહેલ તેમના માર્ગદર્શનમાં કરવામાં આવી છે.જેમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન તેમજ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિક્રમ-1 રોકેટ લૉન્ચ કરવાની ઘટનાઓ વૈશ્વિક મંચ પર ભારતની નવી છબિ પ્રસ્થાપિત કરશે. ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે. મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે પાંચ ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત @2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ ચેમ્બરની આગામી કાર્યયોજનાની રૂપરેખા રજૂ કરી હતી તેમજ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સહકારપૂર્ણ અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વગર જ ચોમાસુ પસાર થઈ જશે?