Know about Corona virus cases in france, spain, usa
  • Home
  • Top News
  • ફ્રાન્સમાં શિક્ષકો હડતાળ પર, જાણો સ્પેનમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે

ફ્રાન્સમાં શિક્ષકો હડતાળ પર, જાણો સ્પેનમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે

 | 4:05 pm IST
  • Share

  • સ્કૂલો બંધ કરવા માટે ફ્રાન્સમાં હજારો શિક્ષકોએ હડતાળ કરી

  • સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 1.59 લાખ કેસ નોંધાયા

  • વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 31.54 લાખ નવા કેસ નોંધાયા

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે, 31.54 લાખ નવા કેસ નોંધાયા, 11.47 લાખ લોકોએ આ રોગને હરાવ્યો, જ્યારે છેલ્લા 24 કલાકમાં 7,211 લોકોના મોત થયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 32 કરોડ કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન મૃત્યુઆંક પણ વધીને 55.34 લાખ થઈ ગયો છે.

ફ્રાન્સમાં સંક્રમણની સંખ્યામાં સતત વધારો થવા છતાં, ત્યાં શાળાઓ ચાલુ છે. જેના વિરોધમાં હજારો શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જયારે સ્પેન તેના નાગરિકોને ચોથો ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકામાં બાઇડન સરકારે 50 હજાર ટેસ્ટ કીટનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.

વિશ્વમાં અત્યાર સુધીના કોરોના કેસોની સ્થિતિ – છેલ્લા 24 કલાકમાં 31.54 લાખ કેસ નોંધાયા છે, 11.47 લાખ લોકો સ્વસ્થ થયા છે, 7211 લોકોના મોત થયા છે, જયારે રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ સંક્રમણના 31.8 કરોડ કેસ આવ્યા છે, 26.3 કરોડ લોકો સ્વસ્થ થયા છે, 5.1 કરોડ સક્રિય કેસ છે, અને 55.38 લાખ મોત થયા છે.

ફ્રાન્સમાં પ્રાથમિક શાળા બંધ કરવાની માગણી સાથે શિક્ષકો હડતાળ પર

ફ્રાન્સમાં મોટી સંખ્યામાં શિક્ષકો પ્રાથમિક શાળાઓ બંધ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. તેમનું કહેવું છે કે કોરોનાના વધતા જતા કેસો પછી પણ સરકાર નિવારણ માટે યોગ્ય પગલાં લઈ રહી નથી. આ એક દિવસીય હડતાળમાં હજારો શિક્ષકોએ ભાગ લીધો હતો. આમાં 75% પ્રાથમિક શાળાના શિક્ષકો અને 62% માધ્યમિક શાળાના શિક્ષકોનો સામેલ હતા.

ગુરુવારે ફ્રાન્સમાં 3.05 લાખ કોરોના કેસ નોંધાયા હતા અને 225 લોકોના મોત થયા હતા. અત્યારે અહીં 42.56 લાખ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 3,985 દર્દીઓની હાલત ગંભીર છે.

સ્પેનમાં રસીના ચોથા ડોઝ માટેની તૈયારી

વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંના એક સ્પેનમાં નાગરિકોને રસીનો ચોથો ડોઝ લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ રસી એવા લોકોને આપવામાં આવશે જેઓ બીમાર છે, કેન્સર સામે લડી રહ્યા છે, જેમણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અથવા જેઓ ડાયાલિસિસ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ડોઝ ત્રીજા ડોઝના પાંચ મહિના પછી આપવામાં આવશે.

ગુરુવારે સ્પેનમાં 1.59 લાખ કેસ નોંધાયા હતા. અહીં 16,476 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 112 લોકોએ જીવ ગુમાવ્યો. હાલમાં અહીં 26.07 લાખ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 2227 લોકોની હાલત ગંભીર છે.

બાઇડન સરકાર દેશમાં 50 કરોડ ટેસ્ટ કીટનું વિતરણ કરશે

અમેરિકામાં બાઇડન સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુરુવારે મોડી રાત્રે જારી કરાયેલા એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સરકાર કોવિડ પરીક્ષણ માટે 50 કરોડ ટેસ્ટ કીટનું વિતરણ કરવા જઈ રહી છે. પહેલા આ સંખ્યા 25 કરોડ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વધતા જતા કેસોને જોતા સરકારે હવે આ સંખ્યા બમણી કરી દીધી છે. ટેસ્ટ દરેક જગ્યાએ વિનામૂલ્યે કરવામાં આવશે. બાઇડને કહ્યું – અમે ટેસ્ટ કિટ આપવા માટે રિટેલરોના સંપર્કમાં રહીશું. દેશમાં કુલ 20 હજાર ટેસ્ટિંગ સાઇટ્સ છે.

એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો જરૂર પડશે તો યુએસ આર્મીનું મેડિકલ યુનિટ પણ ટેસ્ટિંગ અને સારવારમાં મદદ કરશે. બાઇડને એમ પણ કહ્યું કે હવે ઉચ્ચ ગુણવત્તાવાળા KN95 અને N95 માસ્ક પણ અમેરિકનોને આપવામાં આવશે.

અમેરિકામાં ગુરુવારે 7.88 લાખ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં 1.06 લાખ લોકોએ આ રોગને હરાવ્યો, જ્યારે 1,881 લોકોએ જીવ ગુમાવ્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો