know about parag agrawal who is the new ceo of twitter
  • Home
  • Tech
  • કોણ છે પરાગ અગ્રવાલ, હવે જેમના હાથમાં હશે Twitterની કમાન

કોણ છે પરાગ અગ્રવાલ, હવે જેમના હાથમાં હશે Twitterની કમાન

 | 9:14 am IST
  • Share

  • Twitterના નવા CEO પદની જવાબદારી હવે પરાગ અગ્રવાલના હાથમાં

  • અગ્રવાલે IIT Bombay થી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો

Twitterના નવા CEO પદની જવાબદારી હવે પરાગ અગ્રવાલના હાથમાં રહેશે. જેક ડોર્સીએ CEOના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આની જાહેરાત કરી હતી. પરાગ અગ્રવાલ હાલમાં કંપનીમાં CTO (chief technology officer) તરીકે કામ કરતા હતા.

પરાગે ટ્વીટ કરીને જેક ડોર્સી અને કંપનીની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. Twitterના CEO તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂકના સમાચાર આવ્યા પછી, પરાગ અગ્રવાલ કોણ છે તે જાણવું અનિવાર્ય છે. આવો જાણીએ તેમના વિશે.

કોણ છે પરાગ અગ્રવાલ?

પરાગ અગ્રવાલે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ IIT બોમ્બેથી કર્યો હતો. આ પછી તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ કર્યું. તેમણે એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. AT&T, Yahoo અને Microsoft માં કામ કર્યા પછી, પરાગે વર્ષ 2011માં Twitter જોઇન કર્યું હતું.

Twitterમાં જોડતા પહેલા પરાગ Microsoft, AT&T અને Yahooમાં કામ કરી ચુક્યા છે, ત્રણેય કંપનીઓમાં તેમનું કામ રીસર્ચ ઓરિએન્ટેડ હતું. તેમને Twitterમાં એડ-રિલેટેડ પ્રોડક્ટ્સ પર કામ કરવાથી શરૂઆત કરી હતી. પરંતુ, બાદમાં તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવાનું શરૂ કર્યું.

વર્ષ 2018માં તેમને કંપનીના CTO બનાવવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે તેમની એન્જિનિયરિંગની કુશળતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડ નેટવર્ક્સમાં છે. આ બંને કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર જેક ડોર્સીને પણ તેમનું કામ ખૂબ પસંદ છે. આ જ વસ્તુએ તેમને કંપનીના ટોચના પદ સુધી પહોંચવામાં પણ મદદ કરી.

તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે જ્યારે તે આ કંપનીમાં જોડાયા ત્યારે તેમાં 1000થી ઓછા કર્મચારીઓ હતા. આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરવો પડ્યો. જો કે, તેઓ આની અસરને સતત જોઈ રહ્યા હતા.

તેમણે આગળ લખ્યું છે કે દુનિયા અત્યારે અમને જોઈ રહી છે. આ અંગે અલગ-અલગ લોકોના જુદા જુદા મંતવ્યો હશે. તે એટલા માટે કારણ કે તે Twitter અને તેના ભવિષ્યની ચિંતા કરે છે. તે સંકેતો છે કે જે અહીં કામ કરે છે તે મહત્વ ધરાવે છે. વિશ્વને Twitter ની સંપૂર્ણ ક્ષમતા દેખાડી દો.

અગાઉ જણાવ્યું તેમ પરાગ અગ્રવાલ કંપનીમાં CTO (મુખ્ય ટેકનોલોજી અધિકારી) તરીકે કામ કરતા હતા. હવે તેઓ કંપનીના CEO પદની જવાબદારી સંભાળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો