know effect on all zodiac sing sun transit in Sagittarius
  • Home
  • Astrology
  • સૂર્ય કરશે 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ, રાશિ પરિવર્તનથી કઈ રાશિને થશે ફાયદો કોને થશે નુકસાન

સૂર્ય કરશે 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ, રાશિ પરિવર્તનથી કઈ રાશિને થશે ફાયદો કોને થશે નુકસાન

 | 8:46 am IST

ડિસેમ્બર માસ જ્યોતિષશાસ્ત્રમાં ખાસ રહેવાનો છે. ગ્રહણથી લઈને બુધ,સૂર્ય જેવા ગ્રહોનું રાશિ પરિવર્તન જોવા મળશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નિકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે. સોમવાર, 16 ડિસેમ્બર 2019ની રાત્રે 12.29 વાગ્યે સૂર્ય રાશિ પરિવર્તન કરશે.ધન ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે. જે દેવતાઓના ગુરુ પણ છે. 15 જન્યુઆરી સુધી સૂર્ય દેવ ગુરુ બૃહસ્પતિની સેવામાં રહેશે. તેને લીધે એક મહિના સુધી બધા પ્રકારના શુભ કામ વર્જિત રહે છે. આ મહિનાને ખરમાસ(મળમાસ કે ધનારક કમુરતા) કહે છે.

આ પણ વાંચો: 2020માં રાહુ કરશે ગોચર, ત્રણ રાશિઓ માટે આવશે ખુબજ સારો સમય, જાણો તમે છો કે નહીં?

ધન રાશિમાં સૂર્યના જવાથી નવી દુકાનો અને વેપાર પ્રારંભ, વિવાહાદિ કામ ન કરવા જોઈએ. 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી ફરીથી શુભ કાર્યની શરૂઆત થશે. જાણો તમામ 12 રાશિઓ ઉપર સૂર્યની કેવી અસર થશે.

મેષ રાશિ:
સફળતા અને પ્રગતિનો અહેસાસ કરી શકશો. મિત્ર-કુટુંબી ઉપયોગી બને. નાણાકીય ચિંતા હલ થાય.

વૃષભ રાશિ:
આર્થિક સમસ્યાઓ અને બોજો હશે તો ઉકેલની દિશા સાંપડે. ગૃહજીવનના કામ માટે સાનુકૂળતા.

મિથુન રાશિ:
વ્યવસાયિક સંજોગો કઠિન હશે તો હળવા બનતા જણાય. ધીરજ જરૃરી. પ્રવાસ ફળે. સ્નેહીથી મનમેળ સર્જી શકશો.

કર્ક રાશિ:
આપના પ્રયત્નો ફળદાયી થતાં જણાય. યોગ્ય માર્ગ સૂઝે. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા.

સિંહ રાશિ:
આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. પ્રવાસ અંગે સાનુકૂળતા. ગૃહજીવનમાં સંવાદિતા રહે.

કન્યા રાશિ:
આપ અંતરાયોને પાર કરી લક્ષ તરફ પ્રગતિ કરી શકશો. વિરોધી પાછા પડે. નાણાકીય પ્રશ્ન હલ થતો જણાય.

તુલા રાશિ:
જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલા હશો તો મુક્તિ જણાય. લાભદાયી તક. પ્રવાસ ફળે.

વૃશ્ચિક રાશિ:
નોકરી-ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલી કે તકલીફનો ઉપાય જણાય. સ્નેહીથી મદદ. તબિયત જળવાય.

ધન રાશિ:
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે. ધીરજની કસોટી થાય. સંવાદિતાના સંજોગ સર્જાય.

મકર રાશિ:
આપના અગત્યના નિર્ણયો લઈ શકશો. સ્વજનોની મદદ ઉપયોગી બને. નાણાભીડનો ઉકેલ મળે. પ્રવાસ.

કુંભ રાશિ:
મુશ્કેલીઓનો અંત આવતો જોઈ શકશો. લાભની નવી દિશા ખૂલતી જણાય. આપના વિરોધી ફાવે નહીં.

મીન રાશિ:
મહત્વની કામગીરીઓને આગળ ધપાવી શકશો. ફળ વિલંબથી મળતું જણાય. વિઘ્ન દૂર થતું જણાય.

આ વીડિયો જુઓ: જાણો આનંદના ગરબાની રચના વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન