know here how to make dudh poha on sharad purnima
  • Home
  • Featured
  • શરદ પૂનમ એટલે દૂધ-પૌઆ ખાવાનો અવસર, આ રીતે બનાવો

શરદ પૂનમ એટલે દૂધ-પૌઆ ખાવાનો અવસર, આ રીતે બનાવો

 | 12:55 pm IST
  • Share

શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણા જ ફાયદાકારક મનાય છે. શરદ પૂનમ એટલે દૂધ- પૌઆ ખાવાનો અચૂક અવસર. તો આજે અમે તમારા માટે દૂધ પૌઆ કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

3 કપ – પૌઆ
1 લિટર – દૂધ
1 ચમચી – કોર્નફ્લોર
2 ચમચી – ઠંડુ દૂધ
સ્વાદાનુસાર – ખાંડ
સજાવટ માટે – કેસર
1/2 બાઉલ – સૂકો મેવો

બનાવવાની રીત

સૌપ્રથમ પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા. એ વાતનું ધ્યાન રાખવું કે, તે ગોલ્ડન બ્રાઉન ન થાય. ત્યાર બાદ પૌંઆને ઠંડા કરી મિક્સરમાં એકવાર ફેરવી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ અને શેકેલા પૌંઆ નાખી ૩ થી ૪ મિનિટ ઉકાળો. ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી રાખો. દૂધ સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી 2 થી 3 ઉકાળા આવવા દો. ઉપરથી કેસર અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને ઠંડી કરીને દૂધ પૌઆ સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો