know here how to make masaledar amritsati dum aloo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તીખું ખાવાના શોખીન આ રીતે બનવો સ્વાદિષ્ટ ‘અમૃતસરી દમ આલુ’, ખાવાની પડશે મજા

તીખું ખાવાના શોખીન આ રીતે બનવો સ્વાદિષ્ટ ‘અમૃતસરી દમ આલુ’, ખાવાની પડશે મજા

 | 12:54 pm IST
  • Share

દમ આલુનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમા પાણી આવી જાય છે. તમે અત્યાર સુધી દમ આલુંમાં અલગ-અલગ ડિશ ટ્રાય કરી હશે. ગુજરાતી દમ આલું, કાશ્મીરી દમ આલું પરંતુ શુ તમે ક્યારેય અમૃતસરી દમ આલુ ટ્રાય કર્યા છે. જો ના તો આજે અમે તમારા માટે અમૃતસરી દમ આલુંની રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં મસાલેદાર અને બનાવવામાં ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય અમૃતસરી દમ આલું..

સામગ્રી

500 ગ્રામ – બટેટા
2 નંગ – ડુંગળી
1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
3 નંગ – ટામેટા
1 ચમચી -જીરૂ
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – જીરા પાઉડર
1 ચમચી – ધાણા પાઉડર
1/2 ચમચી – હળદર
1/4 ચમચી – ગરમ મસાલો
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ
2 ચમચી – કોથમીર (સમારેલી)

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટાને છોલી લો. છોલેલા બટેટામે ફોર્કની મદદથી કાણા કરી લો. હવે એક વાસણમાં 3 ગ્લાસ પાણી અને એક ચમચી મીઠું ઉમેરીને બટેટાને તેમા ઉમેરી 15 મિનિટ રહેલા દો. હવે બટેટાને બહાર નીકાળી લો. એક પેનમા તેલ ગરમ કરી તેમાં બટેટાને ડીપ ફ્રાય કરી લો, ડીપ ફ્રાય બટેટાને ટિશ્યુ પેપર પર નીકાળી લો. હવે અન્ય એક પેનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ ઉમેરી લો. ત્યાર પછી તેમા ડુંગળી, આદુ-લસણની પેસ્ટ ઉમેરી 5 મિનિટ ફ્રાય કરો. ત્યાર પછી તેમા ટામેટા, મીઠું, જીરા પાઉડર, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરીને મસાલાને 5 મિનિટ સુઘી બરાબર સાંતળી લો. હવે તેમા ડીપ ફ્રાય કરેલા બટેટા ઉમેરી તેને બરાબર હલાવી લો. હવે બટેટા અને ગ્રેવી બરાબર ચઢી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ અમૃતસરી દમ આલું. જેને એક બાઉલમાં નીકાળી લો અને કોથમીર વડે ગાર્નિશ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન