know here how to make punjabi special paneer pasanda recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવું ‘પનીર પસંદા’ ઘરે જ બનાવો, આ રહી રીત

રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવું ‘પનીર પસંદા’ ઘરે જ બનાવો, આ રહી રીત

 | 1:03 pm IST
  • Share

ઘરે આપણે ઘણી વાનગીઓ બનાવતાં હોઈએ છીએ. વાનગીમાં જો ચોક્કસ સ્વાદ ન હોય તો તની મજા બગડી જાય છે. આજે આપણે જોઈશું પનીર પસંદા ઘરે કેવી રીતે રેસ્ટોરન્ટ જેવા બનાવી શકાય. તો આવો જોઇએ સહેલી રીત…

સામગ્રી

પનીર- 400 ગ્રામ
ડુંગળી- 5 નંગ
ટામેટાં- 3 નંગ
ઝીણી સમારેલી કોથમીર-1 કપ
તેલ – 1ટેબલ સ્પૂન
આદું – 20 ગ્રામ
લસણ – 5 કળી
મગજતરીનાં બી – 250 ગ્રામ
મીઠું – પ્રમાણસર
મરચું – 1 ચમચી
હળદર – 1/2 ચમચી
ગરમ મસાલો – 1/2 ચમચી
જાયફળનો ભૂકો – 1 ચપટી
ક્રીમ અથવા મલાઈ
આજીનોમોટો – 1 ચપટી

બનાવવાની રીત 

સૌ પ્રથમ પનીરના મોટા જાડાઈના ટુકડા કરી, તેલમાં બદામી તળી, ઠંડા પાણીમાં નાખવા. જેથી નરમ થઈ જાય. ડુંગળી અને ટામેટાં વાટી લેવાં. મગજતરીનાં બી ગરમ પાણીમાં ધોઈને મિક્સરમાં પીસવાં. તેલ ગરમ મૂકી ડુંગળી સાંતળી તેમાં મગજતરીનાં બી, કોથમીર નાખવાં. મરચું, હળદર, ગરમ મસાલો, વાટેલાં આદું-લસણનું પાણી અને આજીનોમોટો નાખી બરાબર હલાવવું. તેમાં પીસેલા ટામેટાં નાખવાં. 1 ગ્લાસ પાણી ઉમેરવું. ઊકળે એટલે ક્રીમ અથવા મલાઈ અને પનીર નાખવું. પીરસતી વખતે જાયફળનો ભૂકો નાખવો. તૈયાર છે સ્વાદિષ્ટ પનીર પસંદા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન