know here this dussehra fafda jalebi price
  • Home
  • Ahmedabad
  • આ દશેરાએ ફાફડા, જલેબીના ભાવમાં ‘રાવણ’, લોકોનાં ખિસ્સામાં ‘દહન’ થશે

આ દશેરાએ ફાફડા, જલેબીના ભાવમાં ‘રાવણ’, લોકોનાં ખિસ્સામાં ‘દહન’ થશે

 | 8:46 am IST
  • Share

  • સિંગતેલ, ઘી, ચણાના લોટની કિંમતોમાં થયેલા વધારા સામે નફાખોરી પણ વધી
  • પ્રતિ કિલો ગરમાગરમ ફાફડા, જલેબી પાછળ 70થી 350 ટકાનો નફો 
  • વેપારીઓ કોરોનાની કસર ગ્રાહકો પાસેથી વસૂલશે

નવરાત્રિના અતિ શુભ દશેરા તહેવાર નિમિત્તે બજારમાં ફાફડા – જલેબી અવશ્ય ખાતા હોય છે. જેના લીધે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ફાફડા- જલેબી અને ચોળાફળીના કાઉન્ટર ખોલીને વેચાણ થતુ હોય છે. આ વર્ષે ફાફડા- જેલબીના ભાવોમાં રૂ.100 થી 150નો ઉછાળો આવ્યો છે. ફાફડામાં વપરાતા બેસનનો ભાવ કિલોના રૂ.80 છે. જયારે સીંગતેલના ભાવ કિલો રૂ.200 થઈ ગયો છે. જેના લીધે વેપારીઓ દ્વારા ભાવો વધારી દેવામાં આવ્યા છે. ફાફડા -જલેબી બનાવવા માટે મજૂરી, વીજળી, માલ-સામાન, નફે ગણીએ તો પણ આટલો ભાવ કોઈપણ સંજોગોમાં બેસે નહીં. છતાં વૈપારીઓ લોકોને લૂંટવામાં જરા પણ કસર છોડતા નથી. માત્ર દશેરાના તહેવારે જ સમગ્ર શહેરમાં દસ હજાર કાઉન્ટરો ઉભા થશે, આ કાઉન્ટરો પરથી ફફ્ડા-જલેબી અને ચોળાફળીનું વેચાણ થશે.

નવરાત્રિમાં આઠમના દિવસથી ફફ્ડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે. 70 લાખની વસતિ ધરાવતા શહેરમાં નાના- મોટા મળીને આશરે 10,000 હજારથી વધુ ફફ્ડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરીને વેચાણ કરવામાં આવશે. બજારમાં ફફ્ડાનો ભાવ કિલોના રૂ. 500 થી રૂ.1000 સુધી બોલાય છે. જ્યારે શુધ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.500 થી 1000 ભાવ ચાલી રહ્યા છે. ફફ્ડા- જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. આટલા મોંઘા ફફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ.80 કિલો લેખે મળે છે. જયારે સીંગતેલ રૂ.200 કિલો વેચાણ થઈ રહ્યુ છે. જેમાંથી ફફ્ડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફફ્ડા ખરીદવા મોઘા પડી જાય છે. ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો અઢીસો ગામ ફફ્ડા અને અઢીસો ગામ જલેબીમાં ગળે, તાળવે પણ થાય નહી. ઓછામાં ઓછું બંને વસ્તુ 500-500 ગામ લે તો જ બધાને પુરું થાય, પરંતુ વેપારીઓએ ફફ્ડા-જલેબીના ભાવ આસમાને પહોંચાડીને દશેરા જેવા તહેવારની મજા બગાડી નાખી છે.

 સીંગતેલ -500 ગ્રામ – રૂ. 100 

 બેસન-એક કિલોગ્રામ- રૂ.80

પપૈયુ-એક કિલોગ્રામ- રૂ.20 

કઢી-200 ગ્રામ લોટ, વઘાર-રૂ.30 

 સગડીમાં ગેસનો વપરાશ-રૂ. 60

કુલ ખર્ચ – રૂ. 290 

આ જ રીતે એક કિલો જલેબીનો ખર્ચ રૂ. 324 થાય પણ તે રૂ. 500થી 1,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો