know the reason and preventive measures of cold nose
  • Home
  • Featured
  • શિયાળામાં નાક ઠંડુ થઈ જાય છે? આ સરળ ઉપાયોથી છુટકારો મેળવો

શિયાળામાં નાક ઠંડુ થઈ જાય છે? આ સરળ ઉપાયોથી છુટકારો મેળવો

 | 4:28 pm IST
  • Share

  • જાણો શિયાળામાં નાક ઠંડુ પડી જવાનું કારણ

  • જાણો નાકને ગરમ રાખવાના ઉપાયો  

કેટલાક લોકો માટે શિયાળામાં હાથ, પગ અને નાક જલ્દી ઠંડા થઈ જવા એ સામાન્ય બાબત છે. આપણામાંના ઘણાએ કોઈને કોઈ સમયે આનો અનુભવ કર્યો જ હશે. શિયાળાની ઋતુમાં શરીર આંતરિક અવયવોનું તાપમાન જાળવી રાખવા માટે ઘણી વસ્તુઓમાં બદલાવ કરે છે. જો શરીરના તમામ ભાગોમાં લોહીનું પરિભ્રમણ સતત જળવાઈ રહે તો સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ કેટલાક લોકોને ઠંડી વધુ લાગે છે.

શા માટે નાક ઠંડુ થઈ જાય છે

જ્યારે ઠંડી વધી જાય છે, ત્યારે લોહીનું પરિભ્રમણ સૌથી પહેલા જરૂરી અંગો તરફ થાય છે. આ પ્રક્રિયામાં હાથ, પગ, નાક જેવા બાહ્ય અંગોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવા લાગે છે. કારણ કે શરીરના જરૂરી અંગોને ગરમ રાખવા એ પ્રથમ પ્રાથમિકતા હોય છે. એટલે કે, જ્યારે ખૂબ ઠંડી હોય છે, ત્યારે મગજ, હૃદય, લીવર, કિડની, આંતરડા જેવા મહત્વપૂર્ણ અંગોને ગરમ રાખવા માટે, લોહીનો પ્રવાહ એ તરફ જાય છે અને બાહ્ય અવયવો તરફ ઓછો જાય છે. તેથી જે વ્યક્તિને ઠંડી વધુ અસર કરતી હોય એમને આ સમસ્યા થાય છે.

શિયાળો આવતા જ તેનું નાક ઠંડુ થવા લાગે છે. કેટલીકવાર જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે નાક સુન્ન પણ થઈ જાય છે. આ જ કારણ છે કે શિયાળામાં કેટલાક લોકોના નાક ખૂબ ઠંડા થઈ જાય છે કારણ કે ત્યાં રક્ત પરિભ્રમણ ઓછું થતું હોય છે. જે લોકોને થાઈરોઈડ, ન્યુમોનિયા, ડાયાબિટીસ વગેરેની સમસ્યા હોય છે, એવા લોકોને નાક વહેવાની શક્યતા વધુ રહે છે.

નાક કેવી રીતે ગરમ રાખવું

  • ગરમ પાણીથી શેક લો. સ્વચ્છ કપડાને ગરમ પાણીમાં પલાળી રાખો. તે પછી તેને નિચોવીને નાક પર લગાવો, જ્યાં સુધી નાક ગરમ થાય ત્યાં સુધી આમ કરો.
  • ગરમ કોફી, ચા, સૂપ વગેરેનું સેવન કરો. આ તમારા શરીરને અંદરથી ગરમ રાખશે. જો તમે અંદરથી ગરમ રહેશો, તો શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થશે.
  • બહાર જતી વખતે સ્કાર્ફનો ઉપયોગ કરો. જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે હંમેશા તમારા કાનને ઢાંકીને રાખો.
  • સ્ટીમ લેવાથી પણ ફાયદો થશે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહેશે.
  • બહારથી આવ્યા પછી કે બહાર જતી વખતે ગરમ પાણીથી નાક સાફ કરવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો