Know whatsapp will now run without internet, no way
  • Home
  • Featured
  • Whatsapp હવે ઈન્ટરનેટ વગર ચાલશે, જાણો કંઈ રીતે

Whatsapp હવે ઈન્ટરનેટ વગર ચાલશે, જાણો કંઈ રીતે

 | 5:28 pm IST
  • Share

  • હવે ઈન્ટરનેટ વગર ચાલશે Whatsapp
  • વોટ્સએપ લાવી રહ્યું છે નવી સુવિધા
  • આ વોટ્સએપ ફીચર હાલમાં બીટા સ્ટેજમાં છે

WhatsApp તેના યૂઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે હંમેશા નવા ફીચર્સનું પરીક્ષણ કરતું રહે છે. હવે WhatsApp ટૂંક સમયમાં જ તેના યુઝર્સ માટે એક લેટેસ્ટ ફીચર લાવશે. તમને જણાવી દઈએ કે હવે યુઝર્સને WhatsAppને કોઈપણ ઉપકરણ સાથે લિંક કરવા માટે સ્માર્ટફોનમાં ઓનલાઈન રાખવાની જરૂર નહીં પડે. આનો અર્થ એ થયો કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ હવે WhatsApp પર મલ્ટિ-ડિવાઈસ ફીચરનો ઉપયોગ કરી શકશે. નોંધનીય છે કે અત્યાર સુધી યુઝર્સ પોતાના સ્માર્ટફોનને તેમના ડેસ્કટોપ સાથે લિંક કરતા હતા અને તેમને તેમના સ્માર્ટફોનને ઓનલાઈન રાખવા પડતા હતા. પરંતુ હવે વોટ્સએપ તેના યુઝર્સને પ્રાથમિક સ્માર્ટફોનની જરૂર વગર ઉપકરણોને ઓનલાઈન લિંક કરવાની મંજૂરી આપશે.

આ ફીચર હાલમાં બીટા સ્ટેજમાં છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સ્માર્ટફોન વગરના ઉપકરણોને કનેક્ટ કરવા માટેનું નવું ફીચર પણ બીટા સ્ટેજમાં છે. જે એક ઓપ્ટ-ઇન ફીચર છે જેને લિંક કરેલ ઉપકરણોમાં ઉમેરી શકાય છે. વોટ્સએપ પર સેટિંગ્સ મેનુ વિકલ્પને ‘બીટા’ તરીકે લેબલ કરવામાં આવ્યું છે. જો તમે આ વિકલ્પને પસંદ કરો છો તો તમને બધા ઉપકરણોથી અનલિંક કરવામાં આવશે. જ્યારે તમે નવેસરથી લિંકિંગ કરી લો. ત્યારપછી તમે પહેલાની જેમ તેનો ઉપયોગ કરી શકશો. લોગિન માટે તમારે સ્માર્ટફોનની જરૂર નહીં પડે જેના કારણે કેટલીક વસ્તુઓ અલગ હશે.

નવા ફીચર હેઠળ જ્યારે તમે WhatsApp વેબનો ઉપયોગ કરો છો. ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને લેપટોપ પાસે રાખવાની જરૂર રહેશે નહીં. જો તમે મેન્યુઅલી લોગ આઉટ ન કરો તો લિંક કરેલ ઉપકરણ 14 દિવસ સુધી સંદેશા પ્રાપ્ત અને મોકલી શકશે. આ ફીચરના ઘણા ફાયદા થશે જેમ કે જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો તમારે તમારી સિસ્ટમ પર WhatsAppને કનેક્ટ કરવા માટે ફોનની જરૂર નહીં પડે. તમને જણાવી દઈએ કે આ નિયમ ફક્ત iOS ના યુઝર્સ માટે છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ડિવાઇસને સેકન્ડરી સ્માર્ટફોન સાથે લિંક કરી શકે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો