Know your horoscope for one week from Ekadashi
  • Home
  • Astro
  • જાણીલો એકાદશીથી એક અઠવાડિયાનું આપનુ રાશિફળ

જાણીલો એકાદશીથી એક અઠવાડિયાનું આપનુ રાશિફળ

 | 8:00 am IST
  • Share

  • આપનું સપ્તાહ કેવુ જશે તે જાણીલો રાશિ અનુસાર તા. 16-10થી  22-10-21 સુધી
  • તમામ 12 રાશિઓનુ એક સપ્તાહનું રાશિફળ
  • કેવુ જશે આ આખુ અઠવાડિયુ થશે લાભ કે નુકસાન જાણીલો વિગતે

મેષ

અ. લ. ઇ.

આપના અંતઃકરણની વેદના, બેચેની કે ઉદ્વેેગને દૂર કરવા હકારાત્મક વિચારો કેળવજો. નાણાકીય પરિસ્થિતિ અસમતોલ રહેતી જણાય. વ્યયના પ્રસંગોથી સાચવવું, ઉતાવળા નિર્ણય ન લેવા, નોકરિયાત વગેરેને કામકાજોને સફળ બનાવવા સામા પવનને ચાલવું પડે પણ સફળતા મેળવી શકો. વેપાર-ધંધામાં લાભની આશા ફળવામાં વિલંબ થતો લાગે.જમીન, મકાન, વાહનના પ્રશ્નો હલ કરી શકશો. કામકાજમાં લાંબા ગાળે સફળતા જણાય.

વૃષભ

બ.વ.ઉ.

આપની મનની મૂંઝવણ વધી હોય કે કોઈ ેટેન્શન હશે તો હવે હળવું બને. સંજોગોનોે સાથ મેળવી શકશો. આર્િથક સમસ્યા હલ કરવા માટે વધુ પ્રયત્નો અને કોઈની મદદ જરૂરી ઉપયોગી બને. ખર્ચ કે નાણાકીય રોકાણ કરવામાં સાવધ રહેજો. નોકરિયાત વગેરે ઉપરીથી મતભેદ હશે તો નિવારી શકશો. કાર્ય સફળતા મળે, વેપાર-ધંધામાં નુકસાનનો પ્રસંગથી ચેતવું.

મિથુન

ક.છ.ઘ.

આપની મનોસ્થિતિ અસ્વસ્થ અને તણાવભરી રહેતી જણાય, સમાધાનવૃત્તિ-જતું કરવા-ક્ષમા કરવાની ભાવના કેળવજો. નાણાભીડની તીવ્રતા ઘટાડવા કોઈ નવું આયોજન વિચારવું પડશે. એક સાંધતા તેર તૂટતા લાગે. નોકરિયાતવર્ગને ચિંતાનો ઉકેલ મળી રહે. નવીન તક મળે, વેપાર-ધંધામાં પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. જમીન-મકાન- મિલકતની સમસ્યા ઘેરાતી જણાય.

કર્ક

ડ.હ.

આપની માનસિક પરિસ્થિતિ તણાવભરી હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્િથક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. નોકરિયાત વર્ગને કામની કદર થવાના બદલે કાર્યભાર રહેતો લાગે. વેપાર-ધંધામાં નુકસાનથી બચીને ચાલવા નિર્ણયો માટે સમજી વિચારી લેવા. જમીન-મકાન- વાહન અંગેના કોઈ ગૂંચવાયેલા કાર્ય હોય તો તેની પાછળ વધુ સમય આપવો પડે.

સિંહ

મ.ટ.

આપના મનની શંકા-કુશંકા અને અપમાનની ચિંતા દૂર થવાથી આપ રાહત, શાંતિ અનુભવી શકશો. નાણાકીય પ્રશ્નો ગૂંચવાય નહીં તે માટે ઉતાવળા, મૂડી-રોકાણ- ખર્ચ ખરીદી પર કાબૂ રાખજો. નોકરિયાત વર્ગને ટેન્શનમાંથી મુક્તિ માટે સફળતાનો માર્ગ મળે. વેપાર-ધંધામાં સંજોગ સુધરતો લાગે. જમીન-મકાન- વાહનના કામકાજા હાથ ધરીને સફળતા મેળવી શકશો.

કન્યા

પ.ઠ.ણ.

આપની મનની મૂંઝવણ અને કોઈ ચિંતા હશે તો તેનો ઉકેલનો માર્ગ ખૂલતા રાહત મળે. નાણાભીડમાંથી બહાર આવવાના પ્રયત્નો વધારવાની જરૂર છે. નવી આવક ઊભી કરવાની તક મળે. નોકરિયાત વર્ગને જવાબદારીનો બોજો વધતો જણાય, ફળ વિલંબથી મળે. વેપાર-ધંધામાં લાભદાયી તક, કાર્ય રચના કરી શકશો. જમીન- મકાન- વાહનના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોજો.

તુલા

ર.ત.

આપની માનસિક, શારીરિક સ્વસ્થતા જાળવવા તરફ વધુ ધ્યાન આપજો. અકારણ ચિંતા સર્જાતી લાગે. નાણાભીડ અને દેણાંની ચિંતા સતાવતી લાગે. ધાર્યો લાભ-આવક અટકતી લાગે. નોકરિયાત વર્ગને ટેન્શન હળવું બને. સફળતાની તક સર્જાય, વેપાર-ધંધામાં રૂકાવટ બાદ સફળતા મળે, જમીન-મકાન-વાહન અંગેના પ્રશ્નો ગૂંચવાઈ ન જાય તે માટે બોલવા- ચાલવામાં ધ્યાન આપજો.

વૃશ્વિક

ન.ય.

આપની માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. ઉત્સાહ, ઉમંગનો અનુભવ થાય. નાણાકીય કામકાજો- આવક-વૃદ્ધિના સાધનો-તકો મેળવવા પ્રયત્નો વધારવા પડશે. સંઘર્ષ જણાય, નોકરિયાત વર્ગને ઉપરીથી ગેરસમજ ટાળવા. દલીલોથી દૂૂર રહેવું. વેપાર-ધંધામાં સફળતાની તક આવી મળે. જમીન-મકાન-વાહનના પ્રશ્નો અંગે સમય સુધરતો લાગે.

ધન

ભ.ધ.ઢ.ફ.

આપની માનસિક- શારીરિક- પરિસ્થિતિ બગડે નહીં તે જોજો. ખાનપાન વિચારોમાં સકારાત્મક રહેવું. નાણાકીય હાલત બગડે નહીં તે જોજો. વધુ પડતા ખર્ચ-ખરીદી- રોકાણ પર અંકુશ રાખજો. નોકરિયાત વર્ગને જવાબદારી વધતી લાગે. લાભ ઘટે, વેપાર-ધંધામાં વિકાસની શક્યતા ખૂલતા જણાય. જમીન-મકાન- વાહનના કામકાજો ઉકેલી શકશો.

મકર

ખ.જ.

આપની અંગત સમસ્યાનો ઉકેલ મેળવવાના પ્રયત્નો સફળ થાય. તણાવમાં મુક્તિ મળે, નાણાભીડ વધવાના એંધાણ છે. ગાફેલ રહીને ચાલવું નહીં. શેર-સટ્ટામાં ચિંતા જણાય, નોકરિયાતવર્ગને સમય સુધરે. સહકર્મીઓને સાચવી લેવા પડે. વેપાર-ધંધામાં જણાતી કોઈ મુશ્કેલી દૂર થાય.પ્રગતિકારક રહે. જમીન-મકાન-વાહનના પ્રશ્નો હલ કરવાની સ્થિતિ સર્જાય.

કુંભ

ગ.શ.સ.

આપની તંગ મનોસ્થિતિ અને શારીરિક ચિંતામાંથી બહાર આવી શકશો. હકારાત્મક સંજોગ આવે. નાણાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. અણધારી મદદ આવી મળે. નોકરિયાત વર્ગને ઉપરીથી મતભેદ ન થાય તે જોવું. સહકર્મીથી સહકાર રહે. વેપાર-ધંધામાં લાભની તક સર્જાય, પ્રગતિનો માર્ગ ખૂલે. જમીન-મકાન- વાહનના કામકાજો સફળ બનતા લાગે.

મીન

દ.ચ.ઝ.થ.

આપની માનસિક તંગદિલી અને ચિંતામાંથી બહાર આવી શકશો. અગત્યની સાનુકૂળ પરિસ્થિતિ ઉમંગ લાવે. નાણાકીય સંજોગો મુશ્કેલી ભર્યા હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે. લેવડ-દેવડમાં સાવધ રહેવું. નોકરિયાતવર્ગને સફળતાની તક મળે. વેપાર-ધંધામાં લાભની તક સર્જાય. જમીન-મકાન- વાહનની કોઈ કામગીરીમાં આગળ વધાય અને લાભની તક મળે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો