ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્ચના અંતિમ સપ્તાહમાં જ તીવ્ર ગરમી જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષ દર વર્ષે તાપમાન વધી રહ્યું છે, અને લોકોની એસી પરની નિર્ભરતા વધી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો આ અસહ્ય ગરમી કેવી રીતે સહન કરતા?


પ્રાચીન સમયમાં રાજાઓ નોકરો પાસે પંખો નખાવતા હતા પણ સામાન્ય માણસો માટે કોઈ વિકલ્પ નહોતો. ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ 1845માં વીજળી વિના કામ કરતો એક ખાસ પંખો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ રીતે કામ કરતો હતો વિજળી વગરનો પંખો

આ પંખાને ચલાવવા માટે વીજળી નહીં, પણ અગ્નિની ગરમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંખાના તળિયે એક દીવો પ્રગટાવવામાં આવતો, જેની ગરમીને કારણે ગેસ સિલિન્ડર સક્રિય થતુ હતું. આ સિલિન્ડરની મદદથી મોટર ચાલતી અને પંખાના બ્લેડ ઝડપથી ફરવા લાગતા. જો કે, આ પંખો ખૂબ જ અવાજ કરતો હતો, છતાં તે સમયે એ એક અદ્ભુત શોધ ગણાતી.

આ પ્રાચીન તકનીક દર્શાવે છે કે વીજળી વિના પણ હવાનું એક ઉત્તમ સાધન બનાવવું શક્ય છે. આજે, જ્યારે એનર્જી સેવિંગ અને પર્યાવરણ બચાવની વાત થાય છે, ત્યારે આવી જુની તકનીકો ફરી ઉપયોગી બની શકે.

  • Follow us on: