દેશની તપાસ એજન્સીઓમાં CBI અને ED બે મોટા નામ છે. આ બંને તપાસ એજન્સીઓ ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરે છે. આ બંને કેન્દ્ર એજન્સીઓ છે અને બંનેને દરોડા પાડવાનો અધિકાર છે. પરંતુ તેમના અધિકારો અલગ છે. EDનું કામ નાણાકીય અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જ્યારે CBI ગુનાઓ અને અન્ય બાબતોની તપાસ કરે છે. ED મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે CBI હત્યાઓ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોની તપાસ કરે છે.
દરોડા માટે શું છે નિયમો ?
સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ અને અભિનેતાઓ સુધી દરેક વ્યક્તિ આ બે એજન્સીઓથી ડરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું ED અને CBI સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પર દરોડા પાડી શકે છે. ?, શું છે આ મામલે નિયમો શું છે પરવાનગીની પદ્ધતિ. કરીએ એક નજર આ તમામ વાત પર. ન્યાયાધીશોનું કામ લોકોના હિતમાં ચુકાદો આપવાનું અને ગુનેગારને સૌથી કડક સજા આપવાનું છે. પણ જ્યારે ન્યાયાધીશ પોતે આરોપી બને ત્યારે શું થાય છે? આવી સ્થિતિમાં, શું CBI અને ED સામાન્ય લોકોની જેમ તેમના સ્થળે દરોડા પાડી શકે છે? કારણ કે દરરોજ આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે સરકારી કર્મચારીના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. તો શું આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ લાગુ પડી શકે? અધિકારીઓથી લઈને મંત્રીઓ સુધી, આ બે એજન્સીઓથી કોઈ બચી શક્યું નથી, પરંતુ આ એજન્સીઓ ન્યાયાધીશોને સ્પર્શી શકતી નથી. કારણ કે તેની પાછળ એક નિયમ છે.
સુપ્રીમ કોર્ટે 25 જુલાઈ 1991 ના રોજ એક આદેશ આપ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ સામે તપાસ કરવી હોય, તો કેસ દાખલ કરતા પહેલા, પુરાવા ભારતના મુખ્ય ન્યાયાધીશને બતાવવા પડશે અને CJI દ્વારા પરવાનગી આપ્યા પછી જ કેસ દાખલ કરી શકાય છે. તેથી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પર સીધા દરોડા પાડીને ભ્રષ્ટાચાર વિરોધી તપાસ શરૂ કરી શકાતી નથી.
તપાસ માટે કોણ પરવાનગી આપશે ?
હકીકતમાં, 2019 માં, ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સીબીઆઈને પરવાનગી આપી હતી કે તે અલ્હાબાદ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ, જસ્ટિસ એસ.એન.શુક્લા વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો જાહેર સેવકોની શ્રેણીમાં આવે છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 એ શરત મૂકે છે કે તપાસ માટે CJI ની પરવાનગી ફરજિયાત રહેશે.