દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. . ગુરુવારે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે રેખા ગુપ્તાની સુરક્ષા અંગેની માહિતી બહાર આવવા લાગી છે. દિલ્હી પોલીસ ભાજપના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને 'Z' શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કોણ આપે છે આ કેટેગરી અને ઝેડ કેટેગરીમાં કેવી હોય છે સુરક્ષા.

ક્યારે મળે છે સુરક્ષા  ?
ગૃહ મંત્રાલય (MHA) ની 'યલો બુક' અનુસાર, જે VIP અને VVIP માટે સુરક્ષા વ્યવસ્થા માટે માર્ગદર્શિકા નક્કી કરે છે, 'Z' શ્રેણીના સુરક્ષા કર્મચારીઓમાં લગભગ 22 કર્મચારીઓ હોય છે, જેમાં PSO, એસ્કોર્ટ્સ, વોચર્સ અને લગભગ આઠ સ્ટેટિક આર્મ ગાર્ડનો સમાવેશ થાય છે. નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરે અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળે તે પછી, તેમને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સુરક્ષા આપવામાં આવે છે. સામાન્ય રીતે, દિલ્હીના મુખ્યમંત્રીને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.

ગૃહ મંત્રાલયના નિર્દેશ પર દિલ્હી પોલીસે પૂર્વ મુખ્યમંત્રી આતિશીને પણ 'Z' શ્રેણીની સુરક્ષા આપી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને પણ તેમના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન 'Z' શ્રેણીની સુરક્ષા મળી હતી.

મહત્વનું છેકે સીએમ રેખા ગુપ્તાના નિવાસ સ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ, દિલ્હીના મુખ્યમંત્રીને 'Z' શ્રેણીની સુરક્ષા મળે છે, જે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર મૂલ્યાંકન પછી વધારી શકાય છે. મહત્વનું છે કે aap રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું , જે તેમને ખતરાની ધારણાના આધારે આપવામાં આવ્યું છે. કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીની સુરક્ષાનું મૂલ્યાંકન સુરક્ષા એજન્સીઓ દ્વારા ખતરાની ધારણાના આધારે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રેખા ગુપ્તાની કુલ સંપત્તિ 5 કરોડ રૂપિયાથી વધુ છે. તેમના પર 1 કરોડ 20 લાખ રૂપિયાથી વધુના દેવુ પણ છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટેના ચૂંટણી સોગંદનામામાં આ માહિતી આપી હતી. 


  • Follow us on: