મેટાએ તાજેતરમાં પોતાના નવા ચાર AI મોડલ જાહેર કર્યા છે. મેટા જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ચલાવે છે. એ ચાર નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI મોડલ લઇને આવ્યુ છે. આ મોડલનું નામ છે LLaMA 4. જેમાં 4 પ્રકારના મોડલ બનાવવામાં આવ્યાં છે. આ મોડેલ શું છે, કેવી રીતે કામ કરે છે, તેના શું ફાયદા અને નુકસાન છે. તે અંગે આપણે તેને ગુજરાતી ભાષામાં સરળતાથી સમજીએ.


1. Scout (સ્કાઉટ)

આ મોડલ ખૂબ જ હળવું છે. માત્ર એક GPU એટલે કે એક પ્રકારનું કમ્પ્યુટર ચિપ પર ચાલે છે. લાંબા ડોક્યુમેન્ટો વાંચી શકે એટલો મોટો ‘કન્ટેક્સ્ટ વિંડો’ ધરાવે છે. એકદમ ઝડપથી જવાબ આપે છે. અને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામમાં ચેટબોટ તરીકે ઉપયોગ થવા લાગ્યું છે.

2. Maverick (મેવેરિક)

થોડી વધારે શક્તિશાળી સંસ્કરણ છે. જે GPT-4 એટલે કે જે OpenAIનું મોડલ છે તેની સાથે સરખાવવામાં આવ્યુ છે. વિવિધ કામ માટે અલગ “એક્સપર્ટ” વિભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વધુ બુદ્ધિશાળી છે. વાતચીતમાં વધુ યોગ્ય જવાબ આપે છે. બીજા બે મોડેલ એ આવતા મહિને બહાર પાડવામાં આવશે.

3. Behemoth (બેહેમોથ)

આ તો બધામાં સૌથી વધુ શક્તિશાળી મોડલ છે. હજુ ટ્રેનિંગમાં છે. અંદાજે 2 ટ્રિલિયન પેરામીટર છે. એટલે કે જેથી AIને બહુ બધું ‘શીખવામાં’ અને સમજવામાં મદદ મળે છે. વિજ્ઞાન, ગણિત જેવા વિષયોમાં ઉત્તમ કામ કરશે. આ મોડલ સૌથી મજબૂત અને બુદ્ધિશાળી બનશે.

4. Multimodal Version (મલ્ટીમોડલ સંસ્કરણ)

આ મોડલ ફક્ત લખવાનું જ નહી પરંતુ ફોટો અને અવાજ પણ સમજી અને જાણી શકે છે. તમે ફોટો બતાવો અને પ્રશ્ન પૂછો, તો એ જવાબ આપવામાં કુશળતા દર્શાવે છે.

મુખ્ય વાત એ છે કે હવે મેટાની AI એટલી શક્તિશાળી બની રહી છે કે એ WhatsApp, Instagram, અને Facebook Messengerમાં તમને રિયલટાઈમમાં મદદ મળી શકે છે. આ મોડલ ઓપન સોર્સ રીતે ઉપલબ્ધ છે. એટલે કે કોઈ પણ રિસર્ચર કે ડેવલપર તેનો ઉપયોગ કરી શકે છે. AI studio માટેની સુવિધા પણ હવે ઉપલબ્ધ છે. જ્યાં વિવિધ સુવિધાઓ અલગ અલગ પ્રકારના વિકલ્પ સાથે મળી રહી છે. જે WhatsAppમાં meta ring પર ક્લિક કરવાથી AI ચેટ એન્જિન ખુલશે ત્યાં જમણી બાજુ એ ઉપર AI સ્ટુડિયો માટેનો sparkling icon છે. જેના પર ક્લિક કરવાથી AI સ્ટુડિયોનો વિકલ્પ મળશે.

  • Follow us on: