ભારતમાં કાર પર રંગ અથવા રંગ બદલવા સંબંધિત નિયમો ખૂબ કડક છે. જો તમે તમારી કારનો રંગ બદલો છો, તો કાયદેસર રીતે RTOમાં તેની નોંધણી કરાવવી જરૂરી છે. ભારતીય મોટર વાહન અધિનિયમ હેઠળ, વાહનના નોંધણી પ્રમાણપત્ર (RC)માં કારના રંગમાં ફેરફાર અપડેટ કરવો ફરજિયાત છે. જો તમે જાણ કર્યા વિના રંગ બદલો છો અને તેને અપડેટ ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે.


RCમાં ફેરફાર કરવા પડશે

જો તમે તમારી કારનો મૂળ રંગ બદલો છો અને તેને કોઈ અન્ય રંગમાં રંગવામાં આવે છે, તો તમારે તાત્કાલિક RTOમાં જઈને તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે તમારે કારની આરસીમાં ફેરફાર કરવા પડશે.

નોંધણીમાં સુધારો

જ્યારે તમે આરટીઓને જાણ કરશો, ત્યારે તે તમારી RCમાં તમારી કારનો નવો રંગ નાખશે, ત્યારબાદ તમને નવી આરસી મળશે. આ પ્રક્રિયા કારના નવા રંગને કાયદેસર રીતે ઓળખે છે.

દંડ

જો તમે RTOને જાણ કર્યા વિના રંગ બદલો છો અને પોલીસ ચેકિંગ દરમિયાન પકડાઈ જશો તો તમને ભારે દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ બની શકે છે કે તમારી કાર જપ્ત કરવામાં આવી શકે છે.

કારમાં ફેરફાર કરતી વખતે ધ્યાનમાં રાખવું

તમારી કારમાં ફેરફાર કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કારના મૂળ દેખાવમાં કોઈ ફેરફાર ન થાય. ઉદાહરણ તરીકે, જો તમે તમારી કારના ટાયર બદલવા માંગતા હો, તો તમે તેને બદલી શકો છો. પરંતુ નવા ટાયરને વાહનના ટોપ મોડલ સાથે મેચ કરવું ખૂબ જ જરૂરી છે.

RTOમાં રજીસ્ટર કરાવવું જરૂરી 

જો તમે એવા ટાયર લગાવો કે જે તે વાહનના મોડલમાં ફિટ ન હોય, તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. જો તમે તમારી કારનો રંગ બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને RTOમાં રજીસ્ટર કરાવવું જરૂરી છે જેથી કરીને તમે કોઈપણ કાયદાકીય કાર્યવાહી અથવા દંડથી બચી શકો.

  • Follow us on: