હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે, જોકે ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓને 72 કલાકનો સમય આપ્યો છે. જેમાં 6 કલાકમાં શરતો પૂરી કરવી પડશે.
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. હાલમાં, F-1 અને J-1 વિઝા પર વિદેશી વિદ્યાર્થીઓ હાર્વર્ડમાં પ્રવેશ મેળવી શકશે નહીં. યુનિવર્સિટીના લગભગ 800 ભારતીય અને 6800 વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને 72 કલાકનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે કેટલાક આધારો સબમિટ શકે છે.
ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત દસ્તાવેજો વહીવટીતંત્રને સોંપવા
ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, ઑડિઓ અને વિડિઓ ફૂટેજ સોંપવા પડશે. વિદ્યાર્થીઓએ છેલ્લા પાંચ વર્ષના હિંસા દર્શાવતા કોઈપણ વિડિયો ફૂટેજ વહીવટીતંત્રને સુપરત કરવાના રહેશે. આ વિડિઓઝ કે ઑડિઓ કેમ્પસના છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ સોંપવા પડશે જેમાં યુનિવર્સિટીના કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીઓ અંગેની માહિતી હશે.
વિરોધ પ્રદર્શન સહિતના વિડીયો આપવા પડશે
છેલ્લા પાંચ વર્ષમાં કોઈ બિન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીએ સહાધ્યાયી અથવા યુનિવર્સિટી સ્ટાફના અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોય અને તેનો વીડિયો હોય, તો તે વહીવટીતંત્રને સુપરત કરવો આવશ્યક છે. યુનિવર્સિટીમાં કોઈપણ વિરોધ પ્રદર્શન સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે. કોઈપણ બિન-નિવાસી વિદ્યાર્થીના અનુશાસનહીનતા સંબંધિત દસ્તાવેજ પણ સબમિટ કરવાનો રહેશે.
  • Follow us on: