ભારતમાં જમીનને લઇને કાયદો નક્કી છે કે કોણ કેટલી જમીન રાખી શકે? અલગ-અલગ રાજ્યોમાં આ અંગે અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભારતમાં સરકાર માટે જમીન અધિગ્રહણને લઈને પણ નિયમો બનાવવામાં આવ્યા છે. ભારતમાં જમીન સંપાદન અધિનિયમ, 2013 હેઠળ, સરકાર કોઈપણ જરૂરી કામ માટે કોઈની પણ જમીન લઈ શકે છે. જો કે આ માટે સરકાર દ્વારા જમીન માલિકને યોગ્ય વળતર આપવામાં આવે છે. પણ ઘણી વખત લોકોના મનમાં એ સવાલ પણ આવે છે કે શું ભારત સરકાર પોતાની જમીન અન્ય કોઈ દેશને વેચી શકે ખરા. અને જો હા તો શું હોય છે તેના નિયમો.


સરકાર પોતાની જમીને વેચી શકે? 

શું ભારત સરકાર પોતાની જમીન અન્ય કોઈ દેશને આપી શકે છે? તો અમે તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. ભારત સરકાર દેશના કોઈપણ મંત્રાલયની જમીન અથવા અન્ય કોઈપણ પ્રકારની જમીન અન્ય કોઈ દેશને વેચી શકે નહીં. ભારતના બંધારણ મુજબ દેશની જમીન, પાણી અને અન્ય તમામ કુદરતી સંસાધનો દેશની સંપત્તિ છે. તેનો ઉપયોગ લોકકલ્યાણ અને દેશના વિકાસ માટે જ થઈ શકે છે. જો સરકાર ઈચ્છે તો આંતરરાષ્ટ્રીય સંધિઓ હેઠળ અન્ય મહત્વના હેતુઓ માટે જમીન લીઝ પર આપી શકે છે. પણ વેચી શકતા નથી.

જમીન ભાડે આપી શકાય

ભારત સરકાર અન્ય કોઈ દેશને જમીન વેચી શકે નહીં. પરંતુ તેઓ ભાડા પર જમીન આપી શકે છે. જેમ ભારત સરકાર અન્ય દેશોને દૂતાવાસ માટે જમીન આપે છે. આ સિવાય સરકાર આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ કોઈપણ દેશને લીઝ પર જમીન પણ આપી શકે છે. તેમજ દેશના વિકાસના કાર્યો માટે પણ સરકારી જમીનને લીઝ પર આપી શકે છે. આ તમામ પ્રક્રિયા દેશના કાયદા હેઠળ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં અમુક સમય માટે જ જમીન લીઝ પર આપવામાં આવે છે.


  • Follow us on: