- એસીનો ઉપયોગ કરીને વીજળીનું બિલ ઘટાડો
- એસીનો ઉપયોગ કરવામાં રાખો ખાસ ધ્યાન
- એસીને કારણે વીજળી બિલ પર જોવા મળે છે અસર
ગુજરાતમાં તો ગરમી ભયંકર પડે છે. તેથી મોટા ભાગના ઘરો અને ઓફિસોમાં એસી જોવા મળે છે. ત્યારે જો વાત કરીએ ઘરની તો એસીના કારણે વીજળી બિલ વધી જાય છે તેવી આપણે ફરિયાદો સાંભળીએ છીએ. ત્યારે જો તમારે એસીનો ઉપયોગ કરવો હોય અને વીજળીનું બિલ પણ ઓછુ આવે તેવુ કરવુ હોય તો કેટલીક ઉપયોગી ટિપ્સ તમને જણાવીએ,.
યોગ્ય તાપમાન સેટ કરો
AC ને બહુ ઓછા તાપમાને સેટ ન કરો. આદર્શ રીતે, 24-26 સેલ્શિયસ પર સેટ કરો. આ માત્ર ઠંડક માટે પૂરતું નથી, પરંતુ પાવર વપરાશ પણ ઘટાડે છે.
પંખાનો ઉપયોગ કરો
એસી સાથે સીલિંગ ફેનનો ઉપયોગ કરો. આના કારણે આખા રૂમમાં ઠંડી હવા ફેલાઈ જાય છે અને એસીમાં વધારે મહેનત કરવી પડતી નથી, જેનાથી એનર્જી બચે છે.
ફિલ્ટર્સ સાફ રાખો
AC ના એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો. ગંદા ફિલ્ટર ACની કાર્યક્ષમતા ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે.
રૂમને યોગ્ય રીતે સીલ કરો
ખાતરી કરો કે રૂમના દરવાજા અને બારીઓ સારી રીતે બંધ કરેલા છે. જેથી આના કારણે ઠંડી હવા બહાર નહીં જાય અને ACને વધારે કામ કરવું નહીં પડે.
પડદાનો ઉપયોગ કરો
દિવસ દરમિયાન બારીઓમાં પડદાનો ઉપયોગ કરો. જેનાથી સૂર્યની ગરમીને અંદર આવતી અટકાવી શકાશે અને ACને રૂમને ઠંડક આપવા માટે વધુ મહેનત નહીં કરવી પડશે.
રાત્રે એસી ટાઈમર સેટ કરો
રાત્રે સૂતી વખતે AC ટાઈમર સેટ કરો. જ્યારે રૂમ ઠંડો થઇ જાય ત્યારે AC આપોઆપ બંધ થઈ જાય છે અને પાવર વપરાશ ઓછો થાય છે.
ઊર્જા-કાર્યક્ષમ એસી પસંદ કરો
જ્યારે પણ તમે નવું AC ખરીદો છો, ત્યારે એનર્જી-એફિશિયન્સી રેટિંગ (BEE સ્ટાર રેટિંગ) તપાસો. 5-સ્ટાર રેટિંગવાળા AC ઓછી વીજળી વાપરે છે.
સર્વિસિંગ પર ધ્યાન આપો
નિયમિતપણે ACની સર્વિસ કરાવો. સારી રીતે જાળવવામાં આવેલ એસી વધુ કાર્યક્ષમ છે અને ઓછી વીજળી વાપરે છે.
AC નું યોગ્ય કદ પસંદ કરો
રૂમની સાઈઝ પ્રમાણે યોગ્ય કેપેસિટીનું AC પસંદ કરો. જો એસી રૂમની સાઈઝ માટે નાનું હશે તો તે વધુ મહેનત કરશે અને વધુ વીજળીનો વપરાશ કરશે.
વિવિધ મોડનો ઉપયોગ કરો
ACનો "ઇકો મોડ" અથવા "એનર્જી સેવિંગ મોડ" નો ઉપયોગ કરો. આ મોડ ઊર્જા વપરાશ ઘટાડે છે અને હજુ સારી ઠંડક પ્રદાન કરે છે. આ ટિપ્સ ફોલો કરીને તમે AC નો ઉપયોગ કરતી વખતે વીજળીનું બિલ ઘણી હદ સુધી ઘટાડી શકો છો અને એનર્જી પણ બચાવી શકો છો.