આપણે સમાચારોમાં જોઇએ છીએ કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવુ રહેશે તેને લઇને આગાહી કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવે છે કે કોલ્ડ વેવને લઇને એલર્ટ છે તો ક્યારેક કહેવામાં આવે છે કે હજી બે દિવસ તાપમાન ઘટશે. ત્યારે આવા સમયે સવાલ એ થાય કે હવામાન વિભાગને ખબર કેવી રીતે પડે છે. ત્યારે આવો સમજીએ કે હવામાન વિભાગને આ બધી કેવી રીતે ખબર પડે છે.


હવામાન વિભાગ કેવી રીતે કરે છે આગાહી?

હવામાન વિભાગ વિવિધ સાધનો દ્વારા માહિતી મેળવે છે જે તેમને ઠંડીનું સ્તર શોધવામાં મદદ કરે છે. જેમાં સેટેલાઇટ ઇમેજરી, ઓટોમેટેડ વેધર સ્ટેશન્સ (AWS), માનવરહિત એરિયલ વ્હીકલ્સ (ડ્રોન્સ), એટમોસ્ફેરિક મોડેલિંગનો સમાવેશ થાય છે.

શીત તરંગની આગાહી કેવી રીતે થાય છે?

કોલ્ડ વેવ ત્યારે અનુભવાય છે જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે આવે છે અને તે 24 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે. શીત લહેર દરમિયાન હવાનું દબાણ વધે છે જે ઠંડા પવનોનું કારણ બને છે. આ પ્રેશર સિસ્ટમનો ઉપયોગ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જો ઉચ્ચ દબાણ વિસ્તાર બને તો તે ઠંડા પવનોને અસર કરે છે, જે ઠંડીમાં વધારો કરે છે. આ એક હવામાન પ્રણાલી છે, જે હિમાલયના પ્રદેશમાંથી પસાર થાય છે અને ઠંડા પવનોનું કારણ બને છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પ્રવેશે છે ત્યારે તાપમાનમાં અચાનક ઘટાડો થઈ શકે છે અને કોલ્ડવેવનું જોખમ વધી શકે છે. હવામાન વિભાગ આ વિક્ષેપોની આગાહી કરે છે અને આગાહીમાં તેની સાથે સંકળાયેલ શિયાળાની સ્થિતિનું પૂર્વાનુમાન સામેલ કરે છે.


  • Follow us on: