- આધારકાર્ડમાં એડ્રેસ ઘરે બેઠા કરી શકશો ચેન્જ
- તમે લાઇટ બિલથી પણ બદલી શકો છો એડ્રેસ
- કેન્દ્ર પર જઇને પણ તમે આધારકાર્ડનુ એડ્રેસ કરાવી શકો છો ચેન્જ
આધારકાર્ડ બનાવતી સંસ્થા UIDAIએ દેશના તમામ નાગરિકોને સરળતાથી આધાર અપડેટ કરવાની સુવિધા આપે છે. નામ, જન્મ તારીખ, એડ્રેસ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જેવી માહિતી અપડેટ કરી શકો છો.આધાર કાર્ડ ભારતમાં સત્તાવાર ઓળખ પ્રમાણપત્ર તરીકે મહત્વપૂર્ણ છે. અને વ્યક્તિની ઓળખ ચકાસવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે સેવા આપે છે. ત્યારે તમારે આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ બદલવુ હોય તો શું કરશો ?
ઓનલાઇન આ રીતે બદલી શકો સરનામુ
- સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે.
- માય આધાર વિભાગમાં જાઓ અને અપડેટ યોર આધાર પર ક્લિક કરો.
- આ પછી "ડેમોગ્રાફિક્સ ડેટા ઓનલાઈન" પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ તમારી સામે ખુલશે.
- તમારે આધારમાં સરનામું બદલવા માટે કોલમ પસંદ કરવાની રહેશે. આ પછી તમારે "સરનામું" પર ક્લિક કરવાનું રહેશે અને પછી "પ્રોસીડ" પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમે તમારું જૂનું સરનામું જોશો અને તમારે નીચે કેટલીક વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે અને માન્ય દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
- તમને સરનામું બદલવા માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવશે. જેના માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
- સરનામું બરાબર લખ્યુ છે કે નહી તે ખાસ ચકાસી લો અને પછી સબમિટ કરો.
- આ પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે URN મળશે, જેની મદદથી તમે UIDAI વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો છો.
- આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે
- ઓટીપી દાખલ કર્યા પછી તમારી વિનંતી મંજૂર કરવામાં આવશે.
લાઇટ બિલ દ્વારા સરનામુ બદલી શકાય
સરનામું બદલવા માટે તમારે દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. તેમાંથી તમારે વીજળી બિલનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારપછી તમને તમારા નજીકના આધાર સુધારણા કેન્દ્રનું સરનામું અને ત્યાં પહોંચવાનો સમય અને તારીખ સાથે મોકલવામાં આવશે. ત્યાં જતી વખતે તમારું નવું વીજળીનું બિલ તમારી સાથે લઈ જવાનું રહશે. પ્રોસેસિંગના 10 દિવસની અંદર તમારા આધાર કાર્ડનું સરનામું બદલાઈ જશે.
ઓફલાઇન આ રીતે બદલી શકાય
તમે તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે ઑફલાઇન પણ અરજી કરી શકો છો. આ માટે તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે જ્યાં આધાર અપડેટ થયેલ છે. ત્યાંથી તમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. આ પછી તમારે આ ફોર્મ સાથે તમારા કાઉન્સિલર અથવા વોર્ડ સભ્ય પાસે જવાનું રહેશે. ત્યાંથી આ ફોર્મને પ્રમાણિત કર્યા પછી, તમારે આ ફોર્મ તમારા ફોટા અને જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં સબમિટ કરવાનું રહેશે. સબમિશનના 10 દિવસમાં તમારા આધાર કાર્ડમાંનું સરનામું બદલાઈ જશે.