- ફાસ્ટેગને લઇને NHAIએ બદલ્યો નિયમ
- નેશનલ હાઇવે પર વાહન ચલાવવુ અને ફાસ્ટેગ વિના કેવી રીતે ચાલે ?
- જો હવે ફાસ્ટેગને લઇને રાખી સ્હેજ પણ બેદરકારી તો દંડ ડબલ ચૂકવવો પડશે
નેશનલ હાઇવે પર જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે તેનો ટેક્સ ચૂકવવો પડે છે. આ માટે ફાસ્ટટેગ વાહન પર લગાવવામાં આવે છે જેથી ડાયરેક્ટ અકાઉન્ટમાંથી જ ટેક્સ કટ થઇ જાય છે. તેવામાં જો હવે ફાસ્ટેગને લઇને આ ભૂલ કરશો તો તમારે ડબલ ટેક્સ ચૂકવવો પડશે. કારણ કે NHAI એ નવો નિયમ લાગુ કર્યો છે. NHAI દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
NHAIએ માર્ગદર્શિકા પાડી બહાર
ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો જાણીજોઈને પોતાની કાર કે અન્ય વાહનોની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આવા લોકો સામે પગલા ભરવા માટે NHAI એ ફાસ્ટેગનો નવો નિયમ લાગુ કર્યો છે. જે લોકો જાણીજોઈને વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ નથી લગાવતા તેમની પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવશે.
મળતી માહિતી અનુસાર વિન્ડસ્ક્રીન પર FASTag ન લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે અને લાઇનમાં ઉભેલા અન્ય વાહનોને મુશ્કેલી થાય છે. તેને જોતા ઓથોરિટીએ આ અંગે એસઓપી જાહેર કરી છે અને તે અંતર્ગત હવે આવા વાહન ચાલકો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.
જો ફાસ્ટેગ ન લગાવ્યું તો
NHAI તરફથી ફાસ્ટેગને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આ નવા નિયમ સાથે જોડાયેલી માહિતી તમામ ટોલ પ્લાઝા પર પ્રદર્શિત કરવામાં આવશે. જેથી આવી બેદરકારી દાખવનારા ડ્રાઈવરોને મેસેજ મળે અને તેમને દંડ વિશે માહિતી મળે. માત્ર બમણો ટોલ ટેક્સ નહી પણ જે વાહનો પર ફાસ્ટેગ લગાવેલુ નહી હોય તે વાહનનો રજિસ્ટ્રેશન નંબર સીસીટીવી ફૂટેજ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. આમ કરવાથી વાહનો પાસેથી લેવામાં આવેલો દંડ અને ટોલ લેનમાં વાહનની ઉપસ્થિતિ અંગે યોગ્ય રેકોર્ડ બનાવવામાં મદદ મળી રહેશે.
ફાસ્ટેગ યોગ્ય રીતે ચોંટાડવું
નવા નિયમના સંદર્ભમાં હાઈવે ઓથોરિટીએ ફાસ્ટેગ જાહેર કરતી બેંકો અને અન્ય એજન્સીઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના દ્વારા ફાસ્ટેગ મેળવનારા ડ્રાઈવરો તેને વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ચોંટાડે છે. NHAI એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પહેલેથી સ્થાપિત નિયમો અનુસાર NHAI નો લક્ષ્ય ફ્રન્ વિંડશિલ્ડ પર અંદરથી ફાસ્ટેગ લગાવવા માટેનો માનાક અને દિશા નિર્દેશ લાગુ કરવાનો છે. કોણ પણ ફાસ્ટેગ જો માનાક પ્રક્રિયા અનુસાર વાહન પર નહી ચોંટાડે તો તે ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ લેણ દેણ માટેના હકદાર નહી રહે.