આજકાલ જેલમાં સુરક્ષાને લઇને ઘણી રીતના ઉપાય કરવામાં આવે છે. જેમાં કેટલાક ઉપાયો તો એવા અજીબ હોય છે કે સાંભળીને નવાઇ લાગે. ત્યારે આજે આપણે આવી જ એક વાત કરીએ. એક દેશ છે જ્યાં જેલની સુરક્ષા માટે બતકોનો ઉપયોગ કરવામાં આવે છે. સાંભળવામાં ઘણુ ઓડ લાગે પણ આ વાત સાચી છે. આવો જાણીએ બતકો કેવી રીતે જેલની સુરક્ષામાં મદદ કરે છે.


બતક જેલનું રક્ષણ કેવી રીતે કરે છે?

તમે વિચારતા હશો કે બતક જેલની સુરક્ષામાં કેવી રીતે મદદ કરી શકે ? બતક પાણીમાં રહે છે. તેઓ પાણીમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સરળતાથી અનુભવી શકે છે. જો કોઈ વ્યક્તિ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને પાણીમાંથી પસાર થાય છે ત્યારે તરત જ બતક ખૂબ અવાજ કરે છે. જો કોઈ અજાણી વ્યક્તિ તેમની નજીક આવે તો તેઓ તરત જ અવાજ કરવા લાગે છે. આ રીતે તે જેલની અંદર હાજર સુરક્ષાકર્મીઓને ખતરાની જાણ થાય છે.

સુંદર બતક કરે છે રક્ષા જેલની 

બતક ભલે જોવામાં સુંદર દેખાય પરંતુ તે ઘણા જાનવરો માટે ખતરારૂપ હોય છે. તેથી બતકની હાજરીને કારણે જંગલી પ્રાણીઓ જેલની નજીક આવતા નથી. ઉપરાંત બતકનો ઉછેર કરવો અને કાળજી લેવો બહુ ખર્ચાળ નથી. તેઓ જાતે જ પોતાનો ખોરાક શોધે છે.

આ દેશોમાં સુરક્ષા માટે બતકનો ઉપયોગ

નેધરલેન્ડઃ નેધરલેન્ડની ઘણી જેલોમાં સુરક્ષા માટે બતકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં બતક જેલની આજુબાજુના પાણીમાં તરે છે. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખે છે.

અમેરિકાઃ અમેરિકામાં પણ કેટલીક જેલોમાં બતકનો ઉપયોગ સુરક્ષા ગાર્ડ તરીકે થાય છે.

યુરોપના અન્ય દેશોઃ યુરોપના અન્ય ઘણા દેશોમાં જેલોની સુરક્ષા માટે પણ બતકનો ઉપયોગ કરવામાં આવે છે.


  • Follow us on: