• હેલ્મેટ કંપની સ્ટીલબર્ડના MD રાજીવ કપૂરે હેલ્મેટ અંગે આપી માહિતી
  • હેલ્મેટ ખરીદતી વખતે 4 બાબતોનું ધ્યાન રાખવું
  • હેલ્મેટ ખરીદતી વખતે સાઈઝને ધ્યાનમાં રાખો

શું હેલ્મેટની પણ એક્સપાયરી હોય છે? હેલ્મેટ ક્યારે કે કયા સંજોગોમાં બદલવું જોઈએ? આ અંગે દેશની સૌથી મોટી હેલ્મેટ કંપની સ્ટીલબર્ડના MD રાજીવ કપૂર પાસેથી હેલ્મેટની લાઈફ વિશે જાણીએ. કપૂરે કહ્યું કે, જો હેલ્મેટ કંપનીનું હોય તો તેની લાઈફ ઘણી લાંબી હોય છે. હેલ્મેટ વર્ષો સુધી બગડતું નથી. જો હેલ્મેટ સાથે ક્યારેય અકસ્માત થાય છે તો તેને જરૂર બદલવું જોઈએ. અકસ્માતને કારણે હેલ્મેટની અંદરના ભાગોને નુકસાન થાય છે. ઘણી વખત આવી સ્થિતિમાં લોકો હેલ્મેટ પર ટેપ લગાવે છે અથવા હેલ્મેટને ઘરમાં કોઈ જુગાડ વડે રિપેર કરી લેય છે. આવું કરવું ખોટું છે.

હેલ્મેટ ક્યારે બદવુ જોઈએ

એક સમય પછી હેલ્મેટના વાઈઝર પર તિરાડો દેખાવાનું શરૂ થાય છે અથવા તે ખરાબ થવા લાગે છે. ત્યારે હેલ્મેટને જરૂર બદલવું જોઈએ. કારણ કે એક સમય પછી તેના પર સ્ક્રેચ દેખાય છે અથવા તેની પારદર્શિતા ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં દિવસના પ્રકાશની સાથે રાતના સમયે તેના પર પડતો પ્રકાશ ફેલાવા લાગે છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. બ્રાન્ડેટ હેલ્મેટના વાઈઝર બજારમાં સરળતાથી મળી જાય છે.

હેલ્મેટ ખરીદવા જાવ ત્યારે 4 બાબતોનું ધ્યાન રાખવું

1. હેલ્મેટનું શેલ એટલે કે બાહ્ય ડિઝાઇન

2. વાઈઝર એટલે કે હેલ્મેટનું વિન્ડશિલ્ડ

3. સ્ટ્રીપ અથવા બકલ મજબૂત હોવું જોઈએ. લોકલ ક્વોલિટીના પટ્ટાઓ સડી જાય છે.

4. હેલ્મેટ ખરીદતી વખતે થર્મોકોલ દબાવો. તેમાં આંગળી પ્રવેશી ન જોઈએ.

નોન ISI હેલ્મેટ ન ખરીદવું જોઈએ

રાજીવ કપૂરે જણાવ્યું કે, કાર્બન ફાઈબર હેલ્મેટ સૌથી હલકું અને મજબૂત પણ હોય છે, પરંતુ તેની કિંમત 15,000 રૂપિયા સુધીની હોય છે. એટલે આ હેલ્મેટ ખરીદવું સરળ નથી. હેલ્મેટ ખરીદતી વખતે સાઈઝને ધ્યાનમાં જરૂર રાખો. જો તમારા માથાનું કદ 58cm છે, તો તમારે 60cm હેલ્મેટ ખરીદવું જોઈએ. જેથી તેનું ફિટિંગ સારું રહે અને આરામદાયક પણ રહે. નોન ISI હેલ્મેટ ન ખરીદવું જોઈએ. જો કોઈ આવી હેલ્મેટ વેચતું હોય તો તેની સામે ફરિયાદ થવી જોઈએ.

500 રૂપિયાથી સસ્તું હેલ્મેટ ન ખરીદો

જ્યારે પણ તમે હેલ્મેટ ખરીદો છો તો તે કંપનીનું હોવું જોઈએ. કોઈપણ નોન-બ્રાન્ડેડ હેલ્મેટ ખરીદશો નહીં. જો નવા હેલ્મેટની કિંમત 500 રૂપિયાની આસપાસ હોય તો તે સુરક્ષાના દૃષ્ટિકોણથી સારૂ નથી. હેલ્મેટ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને કાર્યને ચોક્કસપણે જુઓ. તેનાથી ખબર પડે છે કે હેલ્મેટ કેટલું સારૂ છે. હેલ્મેટના વાઈઝર ISA હોવું જોઈએ. ISA ધોરણો જણાવે છે કે વાઈઝર તૂટવું જોઈએ નહીં અને તેમાં એક્ટિવનેસ કોટિંગ હોવું જોઈએ.


  • Follow us on: