• mAh નું પૂર્ણ સ્વરૂપ મિલિ એમ્પીયર કલાક છે
  • A એટલે એમ્પીયર, H એટલે કલાક અને m એટલે મિલી
  • યૂઝર્સને વધારે બેટરી બેકઅપ ધરાવતો ફોન પણ ગમે છે

આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન હોય છે, સ્માર્ટફોનની ખરીદીમાં તેઓ ઘણું ધ્યાન રાખે છે. જ્યારે તમે સ્માર્ટફોન ખરીદો છો ત્યારે તમે તેની બેટરી ચેક કરો છો, આ બેટરીમાં હંમેશા mAhનો ઉલ્લેખ કરાય છે. પણ શું તમે એ જાણો છો કે ફોનની બેટરીમાં mAh નો અર્થ શું છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.

સ્માર્ટફોન સ્પેસિફિકેશન

સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો તેના સ્પેસિફિકેશન પર ખાસ ધ્યાન આપે છે, જેમ કે ફોન 5G છે કે નહીં, ફોનની સ્ક્રીન સાઈઝ શું છે, તેમાં કયું પ્રોસેસર આપવામાં આવ્યું છે, ફોનમાં કેટલી રેમ અને સ્ટોરેજ છે, ફોનનો કેમેરા કેવો છે વગેરે.

બેટરી

આ સાથે સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો તેની બેટરી પર પણ ખાસ ધ્યાન આપે છે કે તેની બેટરી કેટલી mAh છે. સામાન્ય રીતે સ્માર્ટફોનની બેટરી 4,000 mAh, 5,000 mAh અને 6,000 mAhની હોય છે.

બેટરી બેકઅપ

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સારા બેટરી બેકઅપનો દાવો કરે છે. આજકાલ બધાને વધારે બેટરી બેકઅપ ધરાવતો ફોન પણ ગમે છે, જેથી તેમને વારંવાર ચાર્જ ન કરવો પડે પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે mAh એટલે શું?

mAh નો અર્થ

mAh નું પૂર્ણ સ્વરૂપ મિલિએમ્પીયર-કલાક છે. આમાં A એટલે એમ્પીયર, H એટલે કલાક અને m એટલે મિલી. આ ગણિતનું મૂળભૂત સૂત્ર છે, જેનો ઉપયોગ સ્માર્ટફોનની બેટરીની શક્તિને દર્શાવવા માટે થાય છે.

  • Follow us on: