આપણે ઘણીવાર સમાચારમાં જોઇએ છીએ કે સૌથી મુશ્કેલમાં મુશ્કેલ પહાડ કે ત્યાં જવુ સપને પણ ન વિચારાય પરંતુ એવા પણ રેકોર્ડ બને છે જે પર્વતો ચઢવામાં કઠિન લાગે પરંત તેને સર કરીને બતાવે છે. પરંતુ શું તમને એ ખબર છે કે ઘણા પહાડો એવા છે જેની પર પર્વતારોહકોને ચઢવાની મંજૂરી નથી. આવો જાણીએ કયા છે આવા પર્વતો.
કૈલાસ પર્વત
હિંદુઓ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મમાં કૈલાસ પર્વતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગભગ દર વર્ષે દૂર-દૂરથી લોકો તેને જોવા માટે તીર્થયાત્રા પર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કૈલાશ પર્વત પર ચઢવાની મંજૂરી નથી. વાસ્તવમાં આ પર્વત ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
ગંગખાર પુએનસમ
ભૂટાનના કાયદા મુજબ તે દેશમાં કોઈ પણ વ્યક્તિ 6,000 મીટરથી વધુ ઊંચા પર્વતો પર ચઢી શકતો નથી. આનાથી ઊંચા પર્વતો પર ચડવું પ્રતિબંધિત છે. ભૂટાનમાં સ્થિત ગંગખાર પુએન્સમ 7,500 મીટરથી વધુ ઊંચો છે. આ સિવાય સ્થાનિક લોકોમાં આ પર્વતનું ધાર્મિક મહત્વ છે. આ કારણોસર ગંગખાર પુએન્સમ પર લોકોને ચઢવા માટે પ્રતિબંધ છે.
કાંચનજંગા
સિક્કિમના લોકો કાંચનજંગા પર્વતને ભગવાન અને દેવતાઓનું ઘર માને છે. આ ધાર્મિક માન્યતાઓને કારણે સિક્કિમ સરકારે કાંચનજંગા પર્વત પર ચઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે પહેલા કાચનજંગા પર્વત પર ચઢવા પર પ્રતિબંધ ન હતો, પરંતુ હવે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
માછાપુચ્છરે
માછાપુચ્છરે પર્વત નેપાળમાં આવેલો છે. માછાપુચ્છરેને ગુરુંગ સમુદાય અને હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. તેની પાછળની ધાર્મિક માન્યતા છે કે આ ભગવાન શિવનું ઘર છે. નેપાળ સરકારે આ પર્વત પર અભિયાનો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે લોકો આ પર્વત પર ચઢી શકતા નથી.