ભારતીય સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીના રોજ શરૂ થયુ છે. ત્યારે સત્ર શરૂ થયા પહેલા રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. આ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું. આ સાથે સંસદનું સત્ર ઔપચારિક રીતે શરૂ થયું. બીજા દિવસે એટલે કે 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિનું સંબોધન કોણ તૈયાર કરે છે? સંબોધન ક્યારે થાય છે અને શું રાષ્ટ્રપતિ લેખિત સંબોધન વિના બોલતા નથી?


રાષ્ટ્રપતિનું સંબોધન કેન્દ્રીય કેબિનેટ દ્વારા તૈયાર કરવામાં આવે છે

ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિને દેશની તમામ કારોબારી સત્તાઓનો ઉપયોગ કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર તેઓ પોતાની સત્તાનો ઉપયોગ કરે છે. મંત્રી પરિષદની સલાહના આધારે વિચાર વિમર્શ કરી નિર્ણયો લે છે. એ જ રીતે રાષ્ટ્રપતિનું સંબોધન પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સંસદ સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિનું સંસદના સેન્ટ્રલ હોલમાં સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રગીત વાગે છે. આ દરમિયાન સંસદના બંને ગૃહોના સભ્યો હાજર રહે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તૈયાર કરાયેલું ભાષણ અંગ્રેજી અથવા હિન્દીમાં વાંચે છે.

રાષ્ટ્રપતિ ક્યારે સંબોધે છે?

બંધારણની કલમ 87(1)માં રાષ્ટ્રપતિના સંબોધનની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ હેઠળ, એવા બે પ્રસંગો છે જ્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત રીતે સંસદના સત્રને સંબોધિત કરે છે. દર વખતે દેશના રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પછી સંસદના પ્રથમ સત્રની શરૂઆતમાં રાજ્યસભા અને લોકસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરે છે. આમાં, નીચલા ગૃહ એટલે કે લોકસભા પ્રથમ વખત મળે છે. આ સિવાય રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રના પહેલા દિવસે રાજ્યસભા અને લોકસભાને સંયુક્ત રીતે સંબોધિત કરે છે.

સંબોધનની પરંપરા વિશે

1947માં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા બાદ, સંસદનું પ્રથમ સત્ર વર્ષ 1950માં શરૂ થયું અને તે પહેલા રાષ્ટ્રપતિનું સંબોધન કરવામાં આવ્યું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આ સિવાય બંધારણના અનુચ્છેદ 86(1)માં એવી પણ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ કોઈપણ સમયે સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે અથવા કોઈપણ એક ગૃહને સંબોધિત કરી શકે છે. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ સંબંધિત ગૃહના સભ્યોની હાજરીની અપેક્ષા રાખી શકે છે. જો કે, ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ સુધી આ અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધવાની પરંપરા અંગ્રેજોની ભેટ છે. બ્રિટિશ સંસદની વેબસાઈટ અનુસાર, ગૃહને સંબોધવાની આ પરંપરા 16મી સદી કરતાં જૂની છે. પછી બ્રિટનના રાજા કે રાણી ગૃહને સંબોધતા હતા. આ સિસ્ટમ અંગ્રેજો સાથે ભારતમાં આવી.

સંબોધનમાં મુખ્યત્વે શું શામેલ હોય છે?

રાષ્ટ્રપતિના સંબોધનમાં મુખ્યત્વે ભારત સરકાર (કેન્દ્ર)ની નીતિઓ અને પ્રાથમિકતાઓ તેમજ આગામી વર્ષ માટેની સરકારી યોજનાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના પ્રવચન દ્વારા કેન્દ્ર સરકારના કાર્યનો એજન્ડા અને તેની દિશાની રૂપરેખા રજૂ કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે સત્તામાં બેસેલી સરકારના કેબિનેટ દ્વારા કરવામાં આવેલું હોઈ સરકારની નીતિઓ અને સફળતાના શિખરોનો ઉલ્લેખ વધારે હોય છે. 

  • Follow us on: