• AIના ઉપયોગથી છેતરપિંડીની નવી રીતો

  • યુવાનો અને વૃદ્ધો માટે ચિંતાનો વિષય
  • તમારા વોઇસથી કરવામાં આવે છે ફ્રોડ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વૉઇસની નકલ કરીને છેતરપિંડી કરવાની નવી રીતો બહાર આવી રહી છે. છેતરપિંડી કરનારાઓ લોકોના અવાજની નકલ કરીને લોકોને છેતરે છે અને તેમની પાસેથી પૈસા પડાવી લે છે. ત્યારે ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો માટે આ સમસ્યા ચિંતાનો વિષય બની છે.

કેવી રીતે થાય છે વૉઇસ ફ્રોડ

AIનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ કોઈપણ વ્યક્તિના અવાજની બરાબર નકલ કરી શકે છે. તેઓ જેને ઓળખતા હોય તેના અવાજમાં ફોન કરે છે અને ઈમરજન્સીનું બહાનું બનાવી પૈસા માંગે છે.અવાર નવાર એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સીનું બહાનું બનાવીને તમારી પાસે પૈસા માંગી લે છે. સોઢીયાલ મીડિયામાં અકાઉન્ટ હેક કરીને હોય કે પછી AIનો ઉપયોગ કરીને વોઇસ કોલ કરે અને તમને એવું જ લાગે કે એ તમારા જાણીતાનો કોલ છે અને તમે કશું જ વિચાર્યા વગર તેમની મદદ કરી દેતા હોવ છો.

સોશિયલ મીડિયાનો દુરુપયોગ

છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયામાંથી તમારો અવાજ અને વીડિયો લઈ શકે છે અને તેનો ઉપયોગ નકલી કૉલ કરવા માટે કરી શકે છે. સાથે જ આ લોકો તમારા અને AI ટેક્નોલોજીના કેટલાક વૉઇસ રેકોર્ડિંગની મદદથી નકલી કૉલ્સ કરી શકે છે. આ કૉલ્સ કરીને, તેઓ કોઈ બહાને તમારી અંગત માહિતી માંગે છે અને પછી છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરે છે.

છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય છે

છેતરપિંડીથી બચવા માટે અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સને સાવધાની સાથે પિકઅપ કરો. કોઈ પણ વ્યક્તિ પર વિચાર્યા વિના વિશ્વાસ ન કરો. તાત્કાલિક કોઈપણ ઇમરજન્સી કૉલ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતાં પહેલા ચકાસણી કરી લેવી જોઈએ. તમારો અવાજ અથવા વ્યક્તિગત માહિતી જાહેરમાં શેર કરશો નહીં. સાથે જ ​​બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો અને કોઈપણ કપટપૂર્ણ વ્યવહાર વિશે બેંકને તરત જ જાણ કરો. સાયબર સલાહકારોનું કહેવું છે કે આપણે દરેક કોલ કે મેસેજ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ પહેલા તેની તપાસ કરવી જરૂરી છે. 

  • Follow us on: