પૃથ્વી પર દરેક વ્યક્તિ વધુ કમાઈ પોતાની તથા પરિવારની જરૂરીયાતો અને સપના પૂર્ણ કરવા મથે છે. ત્યારે જો તમે પણ તમારું લાખો કમાવવાનું સપનું પૂરું કરવા માંગતા હોય તો તમને એલોન મસ્કની આ ઓફર જરૂર ગમશે. એલોન મસ્કે ભારતમાં ટેસ્લા માટે નોકરીની ખાલી જગ્યા ઉપલબ્ધ કરી છે. તમે દિલ્હી અને મુંબઈ વચ્ચેની કોઈપણ જગ્યા માટે અરજી કરી શકો છો. ટેસ્લા ભારતમાં તમે કઈ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરી શકશો જુઓ એક નજર..!
ભારતીયો માટે ટેસ્લાના દરવાજા ખુલ્લા થયા
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત ફળી રહી છે. એલોન મસ્કની ટેસ્લા એપ્રિલથી ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. મસ્કની કંપની ટેસ્લા મોટર્સે ભારતીય લોકો માટે દરવાજા ખોલી દીધા છે. ટેસ્લાએ ભારતમાં નોકરી આપવાનું શરૂ કરી દીધુ છે. જેમાં સેલ્સ અને માર્કેટિંગ, કસ્ટમર સપોર્ટ, ઓપરેશન અને ટેક્નિકલ વિભાગો માટે ખાલી જગ્યાઓ બનાવવામાં આવી છે. આમાં કસ્ટમર ફેસિંગ અને બેક-એન્ડ વર્ક માટેની પોસ્ટનો સમાવેશ થાય છે. ટેસ્લાની વેબસાઈટ અનુસાર, PCB ડિઝાઈન એન્જિનિયર-ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સનું કાર્યસ્થળ પૂણેમાં થવા જઈ રહ્યું છે. બાકીની પોસ્ટના કર્મચારીઓનું કાર્યસ્થળ મુંબઈ રહેશે.
કેવી રીતે એપ્લાય કરી શકશો?
ટેસ્લામાં નોકરી મેળવવા માટે તમારે ટેસ્લાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમે તે 13 પોસ્ટમાંથી કોઈપણ એક માટે અરજી કરી શકો છો. તમે ટેસ્લામાં વિવિધ પોસ્ટ્સ પર કામ કરી શકો છો. અહીં તમારી સાથે કેટલીક પોસ્ટ માટે અરજી કરવાની લિંક અને વિગતો શેર કરી રહ્યાં છીએ. નીચે તેની પ્રક્રિયા વાંચો.
PCB ડિઝાઇન એન્જિનિયર: તમે આ લિંક પર ક્લિક કરીને PCB ડિઝાઇન એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ માટે અરજી કરી શકો છો. આ પોસ્ટ માટે, તમારી પાસે ઓપરેશન અને બિઝનેસ સપોર્ટ કેટેગરીમાં 5 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ.
સેવા સલાહકાર: સેવા સલાહકારની પોસ્ટ માટે અરજી કરવા માટે, આ લિંકની મુલાકાત લો. આમાં તમારે પાઈપલાઈન વાહન બુકિંગથી લઈને ડિલિવરી અને રેવન્યુ રેકગ્નિશન સુધીનું કામ સંભાળવું પડશે.
સ્ટોર મેનેજર: સ્ટોર મેનેજરની પોસ્ટ માટે, તમારી પાસે વેચાણ અને ગ્રાહક સપોર્ટ ક્ષેત્રમાં 8 વર્ષથી વધુનો અનુભવ હોવો આવશ્યક છે. ઓનલાઈન અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો.
કન્ઝ્યુમર એન્ગેજમેન્ટ મેનેજર: જો તમે ટેસ્લામાં કન્ઝ્યુમર એન્ગેજમેન્ટ મેનેજરની ભૂમિકા ભજવવા માંગતા હો, તો તમારી પાસે સેલ્સ અને ગ્રાહક સપોર્ટમાં 7 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ. તમે અરજી કરવા માટે અહીં ક્લિક કરી શકો છો.
કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ: કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે, તમારી પાસે પહેલેથી જ ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
ટેસ્લાની બાકીની નોકરીની ખાલી જગ્યાઓ
ટેસ્લાની બાકીની જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યા તપાસવા માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તપાસ કરી શકો છો. તમને અહીં અરજી કરવાની તક પણ મળશે. સમયાંતરે જ્યારે કંપનીમાં જગ્યા ઉપલબ્ધ થશે ત્યારે વેબસાઇટ પર માહિતી પ્રાપ્તિ કરી શકાશે.