- કારમાં ACનું કોમ્પ્રેસર 10 વર્ષથી વધારે જુનું હોય તો ખરાબ થવા શક્યતા વધુ
- AC સિસ્ટમમાં લીકેજ થવાના કારણે કોમ્પ્રેસરને પૂરતો ગેસ મળતો નથી
- AC સિસ્ટમ વધારે ગરમ થવાથી કોમ્પ્રેસરને નુકસાન પહોંચી શકે છે
કાર ACનું કોમ્પ્રેસર AC સિસ્ટમનું હૃદય છે. તે રેફ્રિજન્ટ ગેસને કોમ્પ્રેસ કરે છે અને ઠંડુ કરે છે, જે પછી ACને ઠંડી હવા પૂરી પાડવામાં મદદ કરે છે. પરંતુ ઘણી વખત તે ખરાબ પણ થઈ જાય છે. આ કારણોથી કારના એસી કોમ્પ્રેસરની ખરાબ થાય છે.
10 વર્ષથી જુનું કોમ્પ્રેસર ખરાબ થવાની વધુ શક્યતા
દરેક વસ્તુની જેમ ACનું કોમ્પ્રેસર પણ સમયની સાથે ખરાબ થઈ જાય છે. જો તમારી કારમાં ACનું કોમ્પ્રેસર 10 વર્ષથી વધારે જુનું હોય તો તેને ખરાબ થવાની સક્યતા વધારે હોય છે. ઇલેક્ટ્રિકલ શોર્ટ અથવા ફ્યુઝ ઉડી જવાના કારણે પણ કોમ્પ્રેસરને ખરાબ થઈ શકે છે.
કોમ્પ્રેસરમાં ઓઈલ ઓછી થવાથી ખરાબ થઈ શકે
જો AC સિસ્ટમ વધારે ગરમ થવાના કારણે કોમ્પ્રેસરને નુકસાન થઈ શકે છે અને ખરાબ પણ થઈ શકે છે. વધારે ગરમ થવાના ઘણા કારણો હોય શકે છે. જેમાં પૂરતા પ્રમાણ રેફ્રિજન્ટ ગેન ન હોવો, પંખો ખરાબ થવો, એર ફિલ્ટર ગંદા થવા સહિતના કારણે AC સિસ્ટમ વધારે ગરમ થાય છે. કોમ્પ્રેસરને સરળતાથી ચાલવા માટે ઓઇલની જરૂર પડે છે. જો ઓઇલનું સ્તર ઓછું થઈ જાય અથવા ઓઇલ ગંદુ થઈ જાય છે તો કોમ્પ્રેસરને નુકસાન થઈ શકે છે અને ખરાબ થઈ શકે છે.
રેફ્રિજરન્ટ ગેસ ઓછો થવા કારણે કોમ્પ્રેસર ખરાબ થઈ શકે
રેફ્રિજન્ટ ગેસમાં લીકેજ થવું સૌથી સામાન્ય કારણ છે. જો AC સિસ્ટમમાં ક્યાંય લીકેજ થાય છે તો રેફ્રિજરન્ટ ગેસ ઓછો થઈ જાય છે અને કોમ્પ્રેસરને યોગ્ય રીતે કામ કરવા માટે પૂરતો ગેસ મળતો નથી. લિકેજને કારણે કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે તે વધુ ગરમ થાય છે અને તેને નુકસાન થઈ શકે છે.