હાલના દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને છે. તેમાં પણ ખાસ કરીને ટામેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો શાકભાજીના ભાવને સોનાના ભાવ સાથે સરખાવે છે. ગરીબ વર્ગના લોકોને આવા મોંઘા શાકભાજી સોનાના ભાવ સમાન લાગે છે. ત્યારે શું તમે એવા શાકભાજી વિશે જાણો છો જે ખરેખર સોના કરતાં પણ મોંઘા હોય છે ? તો આ જે આપણે જાણીએ એવા શાકભાજી વિશે કે જેની ખરીદી કરો તો તે કિંમતમાં તો બે તોલા સોનું ખરીદી શકો છો.
આ વિશ્વના સૌથી મોંઘા શાકભાજી
વ્હાઇટ ટ્રફલ: યુરોપમાં જોવા મળતી સફેદ ટ્રફલ વિશ્વની સૌથી મોંઘી ટ્રફલ છે. તેની કિંમત 5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. તેનો સ્વાદ લસણ અને પનીર જેવો હોય છે.
મુત્સુતકે મશરૂમઃ જાપાનમાં મળતું મુત્સુતકે મશરૂમ વિશ્વનું સૌથી મોંઘું મશરૂમ છે. તેનો સ્વાદ મીઠો હોય છે. પરંતુ તેની કિંમત તમારા હોશ ઉડાવી શકે છે. વાસ્તવમાં તેની કિંમત 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે.
લા બોનોટ પોટેટો: બટાકાની આ દુર્લભ જાત ફ્રાંસના એક કિનારે જ ઉગે છે. જે દર વર્ષે માત્ર દસ દિવસ માટે જ જોવા મળે છે. તેઓ ખાવામાં તે નમકીન જેવુ હોય છે. આ બટેટાની એક કિલોની કિંમત એક લાખ રૂપિયા છે.
હોપ શૂટઃ ઉત્તર અમેરિકામાં જોવા મળતા હોપ શૂટનો ઉપયોગ બીયર બનાવવામાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે. તેની અંદાજિત કિંમત 73,000 રૂપિયા છે.
યાર્તસા ગુમ્બુઃ તમને જાણીને નવાઈ લાગશે કે આ એક પ્રકારનો કીડો છે જે તિબેટ અને નેપાળમાં જોવા મળે છે. તેને વિશ્વની સૌથી મોંઘી શાકભાજી પણ કહેવામાં આવે છે. તેની કિંમત સોના કરતાં પણ વધુ છે.
આ શાકભાજી ખાવાથી શું ફાયદો થાય છે?
આ શાકભાજીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.