યુક્રેને હાલ રશિયા સામે એક મોટો ડ્રોન હુમલો કર્યો છે જેમાં ઓપરેશન સ્પાઈડર વેબ નામ આપવામાં આવ્યું છે. આ હુમલો રશિયાની બોર્ડરમાં કરવામાં આવ્યો હતો. જેમાં યુક્રેને રશિયાના ત્રણ મોટા એયરબાસ બેલાયા, ઓલેન્યા, અને ઈવાનોવો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રશિયા દૂર સુધી નાખવા વાળા બોમ્બનો નાશ કર્યો હતો. પરંતુ આ હુમલામાં સૌથી હેરાન કરવા વાળી બાબત એ હતી કે આમાં જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે 20 વર્ષ પહેલાની છે. અને તે ઓપન સોર્સ સોફ્ટવેયર નું ArduPilot હતું.


શું છે ArduPilot

એક રિપોર્ટ અનુસાર આ હુમલામાં ArduPilot નામનું સોફટવેયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે સૌથી પહેલા 2007માં ક્રિસ એન્ડરસન અને LEGO Mindstorms કીટની મદદથી બનાવામાં આવ્યું હતું. એન્ડરસન એ વખતે WIRED મૈગેજીન ના એડિટર ચીફ હતા. આ પછી તેમણે જોર્ડી મુનોજ અને જેસન શોર્ટ સાથે મળીને આ પ્રોજેક્ટનું પ્લેટફોર્મ બદલી નાખ્યું હતું.

શરૂઆતમાં આ સોફ્ટવેયર Arduino હાર્ડવેયર માટે તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતા આ એટલું સક્ષમ થઈ ગયું કે હવે આ ડ્રોન, બોટ, પનડુબ્બી અને રોવર્સને પણ નિયંત્રત કરી શકે છે. આના લીધે GPS વેપોઈંટ સેટ કરવું, ટેક ઓફ કરવું અથવા લેન્ડિંગ કરવું કે ઓટોમેટ કરવા માટે ડ્રોનની ઉડાનને સ્થિર રાખવા માટે હતું.

સોફ્ટવેર શાંતિ માટે બન્યું હતું

ArduPilotને મૂળ રૂપમાં શાંતિ અને જનસેવાના ઉદ્દેશ્યો માટે બનાવામાં આવ્યું હતું અને તેમજ તે બચાવ કાર્યમાં અને કૃષિ સર્વેક્ષણ અને 3D મેપિંગ માટે તેને બનાવામાં આવ્યું હતું. કેમ કે તે ઓપન સોર્સ હોવાથી તેને કોઈ પણ તેની જરૂરિયાત પ્રમાણે તેને મોડિફાઈડ કરી શકતા હતા.

આ એક વૈશ્વિક સમુદાય દ્વારા સંચાલિત છે જેમાં નૈતિક વિકાસ પર તેને દબાણ આપે છે. જો કે ડેવલપર્સ આ હથિયારોના રૂપમાં તેનો ઉપયોગ કરવાની અપીલ કરે છે. પરંતુ કોઈની પર રોક રાખવામાં આવી નથી કારણ કે તે સાર્વજનિક સ્વરૂપથી ઉપલ્બધ છે.

કેવી રીતે થયું ઓપરેશન સ્પાઈડર વેબ

ઓનલાઈન એક વીડિયો સામે આવ્યો હતો અને તે વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનના ડ્રોન ArduPilotથી લેવામાં આવતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, યુક્રેનની સુરક્ષા માટે SBUને આ વિસ્ફોટ ડ્રોનને રશિયાના અંદરના ટ્રકો અને સ્ટોરેજ યૂનિટ્સમાં સંતાડીને પહોંચાડવામાં આવ્યા હતા. જેમ જ ઓપરેશન ચાલુ થયું આ સંતાડેલા કંટેનરોના ઉપરના ભાગ ખુલી ગયા અને ડ્રોન પોતાના ટારટેટ પર જવા લાગ્યા.

રસપ્રદ વાત એ છે કે આ ડ્રોનને Starlink જેવી સેટેલાઈટ સેવાની બદલે સાધારણ મોબાઈલ નેટવર્ક અને Raspberry Pi જોવા નાન કમ્પ્યુટર બોર્ડસ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. હાઈ લૈટેંસી હોવા છતા, ArduPilot સોફટવેરને ઉડાન નિયંત્રણ અને તેની સ્થિરતા રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


યૂક્રેનના રાષ્ટ્રપતિએ આપી પુષ્ટિ

રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ ટ્ટિવટ કરી જાણકારી આપી કે આ ઓપરેશનમાં કુલ 117 ડ્રોન હતા અને આ મિશનની તૈયારી એક વર્ષ પહેલાથી જ ચાલતી હતી. તેમણે કહ્યું કે, અમે રશિયાના ત્રણ ટાઈમ ઝોનમાં એક સાથે હુમલો કર્યો અને અમારા બધા ઓપરેટિવ્સ રશિયાથી સુરક્ષિત બહાર નીકળ્યા હતા.


  • Follow us on: