• પ્લેનમાં સફર કરવાથી સમયની બચત થાય

  • ફ્લાઈટમાં AC હંમેશા ચાલુ રહે છે
  • કેબિનનું તાપમાન પાઈલટ નક્કી કરે છે

મોટાભાગના લોકો હવે એરોપ્લેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતાં હોય છે. કારણ કે, લાંબા અંતરની મુસાફરીમાં પ્લેનમાં સફર કરવાથી સમયની બચત થાય છે. ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે તમે જોયું હશે કે ફ્લાઈટમાં AC હંમેશા ચાલુ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઇટમાં શા માટે હંમેશા AC ચાલુ રાખવામાં આવે છે? ફ્લાઇટમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો આનું કારણ જાણતા નથી.

મુસાફરો વિમાનના ટેકનિકલ કારણો નથી જાણતા

પહેલાના સમય કરતા હવે ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આનું કારણ એ છે કે લાંબા અંતરની મુસાફરીમાં રોડ કે રેલ્વેમાં ઘણા કલાકોનો સમય લાગે છે તેની સામે વિમાનમાં મુસાફરી કરવાના કારણએ તે મુસાફરી માત્ર થોડા જ કલાકોમાં પૂર્ણ થઈ જાય છે. પણ વિમાનમાં મુસાફરી કરતા મોટાભાગના લોકોને વિમાનના ટેકનિકલ કારણો વિશે ખબર નથી હોતી.

AC એર સતત ફ્લાઈટમાં આવે છે

ફ્લાઇટ લેન્ડિંગ સમયે ફ્લાઇટમાં કેમ ઓછું ઇંધણ હોય છે અથવા તો ફ્લાઇટમાં AC કેમ બંધ નથી થતું. આ કોઈ બાબતની મુસાફરોને જાણ નથી હોતી. વિમાનમાં મુસાફરી કરતી વખતે તમને લાગ્યું જ હશે કે ફ્લાઈટમાં એસી હંમેશા ચાલુ રહે છે. આ ACને ધીમો કે ફાસ્ટ કરવા માટે પેસેન્જર સીટની નજીક એક વિકલ્પ હોય છે. પેસેન્જર્સની સીટ સિવાય ફ્લાઈટમાં એવા ઘણા બધા પોઈન્ટ છે જ્યાંથી મુસાફરી દરમિયાન AC એર સતત ફ્લાઈટમાં આવે છે. પરંતુ મુસાફરોને ખબર નથી હોતી કે મુસાફરી દરમિયાન હંમેશા એસી કેમ ચાલુ રહે છે.

પાઈલટ વિમાનના તાપમાનને નિયંત્રિત કરે છે

અહેવાલ અનુસાર, પાઈલટ દ્વારા વિમાનના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે. પાઈલટ જ નક્કી કરે છે કે કેબિનનું તાપમાન કેટલું ઠંડુ હોવું જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે જો કોઈ પેસેન્જર પ્લેનમાં બેભાન થઈ જાય અથવા મોશન સિકનેસના કારણે તેને ઉલ્ટીની સમસ્યા હોય તો તેને રોકી શકાય છે. કારણ કે નીચા તાપમાનને કારણે આવી સમસ્યાઓ ઓછી થાય છે.


  • Follow us on: