ભારતમાં જાતિ ગણનાને લઈને અનેક વખત વિપક્ષ અને સરકાર વચ્ચે વિવાદ થયો છે. સરકાર દ્વારા જાતિ ગણનાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે જાતિ જનગણનાની તારીખ નિશ્ચિત કરી છે. જે અંતર્ગત 1 માર્ચ 2027થી દેશભરમાં જાતિ ગણના કરવામા આવશે. જેમાં સરકારી કર્મચારી નાગરિકોને જાતિ આધારિત કેટલાક નિશ્ચિત સવાલ પૂછશે અને લોકોએ ફરજીયાતપણે તેનો જવાબ આપવાનો રહેશે.


ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આજની યુવા પેઢીને એવો સવાલ જરૂર થતો હશે કે કેમ દેશમાં જાતિ જનગણના કરવામાં આવે છે. આખરે જાતિ જનગણના કરવાથી શું લાભ થશે અને અત્યારના આધુનિક સમયમાં જયારે વસુધૈવ કુટુમ્બકમની તર્જ પર ભારતે વૈશ્વિક સ્તરે નિશ્ચિત સ્થાન મેળવ્યું છે. તેવા સમયમાં એક દેશ કે જે કુટુંબ છે તેમાં જાતિ જનગણના આટલી મહત્વની કેમ છે.

છેલ્લે કયારે થઈ વસ્તી ગણતરી

જાતિગત વસ્તીગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે થાય છે. બ્રિટીશ શાસન દરમિયાન શરૂ થયેલ આ પ્રક્રિયા અત્યારે પણ ચાલુ છે. 2011 માં દેશમાં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અને નિયમ મુજબ ત્યારબાદ 2021માં જનગણના થવાની હતી. પરંતુ 2019 અને 2020માં કોવિડ વાયરસના કારણે ઉદભવેલ ગંભીર સ્થિતિને પગલે જનગણના થઈ શકી નહી. અને હવે આટલા લાંબા સમયના ગાળા બાદ હવે 2027માં જાતિ જનગણના કરવામાં આવશે.

જાતિગત વસ્તી ગણતરી કેમ મહત્વની ?

આટલા સમય પછી દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે. જાતિગત વસ્તી ગણતરી કરવાથી દેશમાં રહેતા વિવિધ જાતિના લોકોના સ્પષ્ટ આંકડા મળશે. જાતિ જનગણનામાં તે સમયગાળામાં દેશમાં કઈ જાતિના કેટલા લોકો વસવાટ કરે છે તેનો વાસ્તવિક ડેટા મળશે. આ આંકડા પરથી જે-તે જાતિનું વાસ્તવિક માળખું મળશે. અને જાતિગત વસ્તી ગણતરીના આ આંકડા બતાવશે કે આટલા સમયગાળામાં કઈ વસ્તીનો વિકાસ થયો છે અને કઈ વસ્તી હજુ પણ પાછળ છે. કારણ કે અનેક ક્ષેત્રોમાં કેટલીક જાતિને વિશેષ લાભ આપવામાં આવ્યા છે. આ જનગણના બાદ તેમની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સ્થિતિ વિશેનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે. અને આગામી સમયમાં કઈ જાતિ વિશેષ લાભ મેળવી શકે છે કે નહી તેવા ઘણા પ્રશ્નોના જવાબો મળશે. આ જનગણનાથી જાતિ ભેદભાવ દૂર થશે

વસ્તી ગણતરીની કયારે થઈ શરૂઆત

ભારતમાં આમ, તો બ્રિટિશ સરકારના શાસનથી જનગણના શરૂ થઈ હતી. પરંતુ ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ  1951માં પ્રથમ વખત  વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અને આ સમયમાં પછાત વર્ગોને વસ્તીગણતરીમાં સામેલ કરાયા નહોતા. ત્યારબાદ 1961થી 2001 દરમિયાન દર 10 વર્ષે વસ્તિ ગણતરી કરવામાં આવી. અને આ સમયમાં કરવામાં આવેલ વસ્તી ગણતરીમાં જાતિઓનો સમાવેશ કરાયો નહોતો. જાતિ આધારિત જનગણાની શરૂઆત વર્ષ 2011માં શરૂ થઈ હોવાનું કહી શકાય. કારણ કે 2011ની વસ્તી ગણતરીમાં જાતિઓનો સામાજિક-આર્થિક ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો.

મોદી સરકારે એપ્રિલના અંતમાં મંત્રીમંડળની બેઠકમાં જાતિ જનગણના કરવાનો નિર્ણય લીધો. જાતિગત વસ્તી ગણતરીની તારીખ નક્કી થઈ ગઈ છે. તે 1 માર્ચ, 2027 થી શરૂ થશે. આ વર્ષની વસ્તી ગણતરીમાં, સરકારી કર્મચારીઓ (ગણતરીકારો) પણ જાતિ સંબંધિત પ્રશ્નો પૂછશે.


  • Follow us on: